ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધો
01:17 PM Apr 24, 2025 IST | Bhumika
ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ અને મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારવાજ ધોરાજી વિભાગએ નાશતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એલ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ધોરાજી તાલુકા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી હકીકતના આધારે ગાંધીનગરના માણસા પોલીસ મથકના છેતરપીંડિના ગુનામાં નાશતા ફરતા કિશોરભાઈ મનજીભાઈ ઢાંકેચા રહે મોટીપરબડી બાવીસા સમાજની બાજુમા તા.ધોરાજી જી.રાજકોટને બાતમીના આધારે ઝડપી લીધો હતો.
Advertisement
--
Advertisement
Advertisement