ભાવનગરમાં યુવાનની હત્યાના બનાવમાં સસરા અને પત્નીને પોલીસે ઝડપી લીધા
01:43 PM Oct 17, 2025 IST
|
Bhumika
Advertisement
પિતા-પુત્રી પ્લાનિંગ બનાવી યુવક પર જીવલેણ હુમલો કરી નાસી છૂટેલ
Advertisement
શહેરના હાદાનગર વિસ્તારમાં સરા જાહેર યુવાનની છરીના ઘા ઝીંકી પત્ની અને સસરાએ નિર્મમ હત્યા કરી હતી.આ બનાવ અંગે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ ઉંમર 45 વર્ષ ના લગ્ન 18 વર્ષ પહેલા મનસુખભાઈ નટુભાઈ પરમાર ની દીકરી મીનાબેન સાથે થયા હતા.
બાદ અવાર નવાર ઝગડો થવાના કારણે મીનાબેને તેના પતિ સામે છુટાછેડાનો કેસ દાખલ કરાવ્યો હતો. જે બાબતે મામલો બીચકતા ગઈકાલે બપોરના સમયે બન્ને પિતા, પુત્રી એ પ્લાનિંગ બનાવી દેસાઈનગર નજીક સુરેશભાઈ પર જીવલેણહુમલો કરી હત્યાં કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે બોરતળાવ પોલીસે બન્ને પિતા પુત્રી વિરુદ્ધ ગુનો નોંધી સસરા મનસુખભાઈ અને પત્ની મીનાબેનની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Next Article
Advertisement