PMJAYમાં ગોલમાલ, ભાવનગરની HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડ
દંડની રકમ ભર્યા વગર ફરી યોજના શરૂ પણ કરી દીધી
ભાવનગર શહેરના મેઘાણી સર્કલ પાસે આવેલ એચ.સી.જી હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાય યોજનામાં ક્ષતિઓને કારણે હોસ્પિટલને આરોગ્ય વિભાગની ગાંધીનગરની કચેરી ખાતેથી 6 માસ પૂર્વે રૂૂા. 7.રર કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી અને પેનલ્ટી નહીં ભરતા 14 દિવસ પૂર્વે યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તત્કાલ ફરી હોસ્પિટલમાં યોજના શરૂૂ કરી દેવામાં આવી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલ એચ.સી.જી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં ક્ષતિના પગલે આરોગ્ય વિભાગની ગાંધીનગરની કચેરીથી હોસ્પિટલને આશરે 6 માસ પૂર્વે રૂૂા. 7,રર,90,ર0પ ની પેનલ્ટી કરવામાં આવી હતી, જેમાં ર દર્દીઓ પાસેથી અનુક્રમે રૂૂ. 6 હજાર અને 19 હજારનું મની ચાર્જીંગ જોવા મળેલ છે, જયારે હોસ્પિટલના કેસોનું એનાલીસીસ કરતા 39 કેસોમાં અપ કોડીંગ (પેકેજમાં વિસંગતતા) જોવા મળી હતી તેમજ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં સીબીસીટી શકય ન હોવાથી ગત તા. 11 જુલાઈ-ર0ર3 થી ગત તા. ર1 મે-ર0ર4 દરમિયાન હોસ્પિટલ દ્વારા મુકવામાં આવેલ રેડિયેશનના કુલ 996 કેસમાંથી 443 કેસ જેના પેકેજ કોડ હતા તે આ મશીન દ્વારા સારવાર આપી શકાય નહિ છતાં સારવાર આપવામાં આવી હતી.
હોસ્પિટલે પેનલ્ટી નહીં ભરતા અધિક નિયામક (ત.સે) ગાંધીનગર દ્વારા ગત તા. ર9 જુલાઈ-ર0રપ ના રોજ પીએમજેએવાય યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો પરંતુ સસ્પેન્ડ કર્યા બાદ થોડા જ કલાકમાં ફરી યોજના હોસ્પિટલમાં શરૂૂ કરી દેવામાં આવી હતી તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે.