પાઇલોટ પતિની વિકૃત હરકત, પોર્ન વીડિયો બતાવી શરીર પર અશ્ર્લીલ ચિત્રો દોરતો
અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિકૃત પાઈલોટે પોતાની પત્ની સાથે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. તેમના આ કામમાં સાસુ અને સસરાએ પણ સાથ આપ્યો હતો. પતિએ પત્ની પિયરમાં વાત ન કરે તે માટે જાસૂસી માટે બે ઓડિયો રેકોર્ડર પણ છુપાવ્યા હતા. જેથી કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, સસરા, નણંદ, નણંદોઈ સહિત સાત સાસરિયાઓ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં એક 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2023માં સમાજની વેબસાઇટ દ્વારા જૂનાગઢના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેમાં યુવક પાઇલોટની નોકરી કરે છે. પરંતુ હજું પરિણીતાની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો, ત્યાં લગ્નના ચાર જ દિવસ બાદ પતિએ પત્નીને અપમાનિત કરવાનું શરૂૂ કરી દીધું હતું.
બાદમાં પરિણીતા પર એટલો ત્રાસ ગુજારવામાં આવતો હતો કે સાસરીમાં આવતા સાસરિયાઓએ ત્રણ વર્ષ સુધી પિયર જવાની મનાઈ કરી હતી. ત્યારબાદ પરિણીતા પતિ સાથે કતાર રહેવા જતી રહી હતી. ત્યાં પણ પરિણીતાને સુખ મળ્યું નહોતું. પતિ, સાસુ અને સસરાએ સાથે મળીને પરિણીતાને દારૂૂ પીવા માટે દબાણ કર્યુ હતુ. ત્યારે પતિ પોર્ન વિડીયો જોવા પત્નીને કહીને વિકૃત હરકતો કરતો અને પત્નીના શરીર પર અશ્ર્લીલ તસવીરો બનાવતો હતો.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે એક દિવસ તો પતિ, સાસુ અને સસરાએ મને એક સાથે 27 આર્યુવેદિક ગોળીઓ ખવડાવી હતી. ત્યારે મને જીવનું જોખમ લાગતા હું ભારત પાછી આવી ગઈ હતી. ત્યારે ડોકટર પાસે તપાસ કરાવતા મારા ગર્ભમાં બાળક નહોવાનું જણાવ્યુ હતુ. બાદમાં પતિએ ફોટા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને ડિવોર્સની માંગણી કરી હતી. કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, સસરા, નણંદ, નણંદોઈ સહિત સાત સાસરિયાઓ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.