કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોના મકાનમાં PGVCL ત્રાટકી, 5.56 લાખની વીજ ચોરી પકડાઇ
કાલાવડમા ગ્રામ્ય વિસ્તારોમા અસામાજીક તત્વોનાં મકાનમા ગેરકાયદે વીજ જોડાણ હોવાનુ માલુમ પડતા પીજીવીસીએલની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. અને હરીપર મેવાસા, રામપર અને બેરાજા ગામોમા ચેકીંગ કરતા પાંચ અસામાજીક તત્વોનાં મકાનમાથી વીજ ચોરી પકડાય હતી. આમ પીજીવીસીએલની ટીમે પ.પ6 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ પાંચેય શખસો વિરુધ્ધ ઇલેકટ્રીસીટી એકટ મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.
વધુ વિગતો મુજબ કાલાવડ તાલુકાનાં હરીપર મેવાસા, રામપર અને બેરાજા ગામમા વીજ ચોરી કરાતી હોવાનુ જાણવા મળતા પીજીવીસીએલની ટીમો દ્વારા કાલાવડ ગ્રામ્ય વિસ્તારનાં પીઆઇ પી. જી. પનારા, પીએસઆઇ આર. બી. ઠાકોર તેમજ ગોપાલભાઇ ચાવડા, રાહુલભાઇ લોખીલ અને પ્રદીપભાઇ ભંડેરી સહીતનાં સ્ટાફે પીજીવીસીએલની ટીમની સાથે ગામોમા ચેકીંગ કરી હરીપર મેવાસાનાં યુનુસ તૈયબભાઇ હાલેપોત્રાનાં મકાનમા ચેકીંગ કરી રપ હજારનો દંડ, રામપર ગામે ગુલમામદ ઓસમાણ સમાને 17431 નો દંડ, હરીપર મેવાસાનાં મામદ નાથા સમાને પાંચ લાખ રૂપીયાનો દંડ, બેરાજા ગામનાં લાખા આણંદ સોલંકી અને તેમનાં ભાઇ કારા આણંદભાઇ સોલંકીને 17 હજારનો દંડ ફટકારવામા આવ્યો હતો. આ પાચેયનાં મકાનમાથી વીજ ચોરી પકડાતા તમામ સામે ઇલેકટ્રીસીટી એકટ 2003 મુજબ પીજીવીસીએલની ટીમે પોલીસ મથકમા ગુનો નોંધાવ્યો હતો.
