બગસરાના માવજીંજવા ગામમાં PGVCLનું ચેકિંગ, દોઢ લાખનો દંડ ફટકાર્યો
મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગથી ગ્રામજનોમાં રોષ
બગસરા તાલુકાના માવજીંજવા ગામે પીજીવીસીએલની ટીમ વહેલી સવારે ચેકિંગ માટે પહોંચી હતી ગ્રામજનોએ મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગ માટે આવી પહોંચેલી ટીમને ધમકાવી હતી. ચેકિંગ દરમિયાન અંદાજિત 1,50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાના માવજીંજવા ગામે આજે વહેલી સવારે ભાવનગર, અમરેલી તેમજ અન્ય કચેરીની બનેલી પીજીવીસીએલની ટીમ વિજ ચોરીના ચેકિંગ માટે આવી પહોંચી હતી. ટીમ દ્વારા અલગ અલગ વીજ ચોરીના કેસમાં દોઢ લાખનો દંડ પણ ફટકાર્યો હતો જેને લીધે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. માવજિંજવા ગામના લોકોએ છેલ્લા ઘણા સમયથી ગામમાં મેન્ટેનન્સની કામગીરી કરવા માટે માગણી કરેલી હોવા છતાં આ મેન્ટેનન્સની કામગીરી કરવાને બદલે સીધું વીજ ચોરીના ચેકિંગ માટે આવેલી ટીમને ઘણું ખરું સંભળાવી દીધું હતું. ગામના ઉપસરપંચ મુન્નાભાઈ સભાડીયા એ જાહેરમાં આ ટીમને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી.
તેમજ ગ્રામજનો સાથે સંઘર્ષ થવાની બીકે આ ટીમ દોઢ કલાકમાં જ કામગીરી આટોપી પરત ફરી ગઈ હતી. વીજ ચેકિંગના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગામના ઉપસરપંચ તથા સાથે રહેલા ટોળાએ પોલીસની હાજરીમાં વીજ કર્મીઓને આવી ધમકીઓ અપાતી હોવા છતાં પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી. આ બાબતે હજુ સુધી કોઈ ફરજ માં રુકાવટની ફરિયાદ નોંધાઈ નથી. આ બાબતે ઉપ સરપંચ મુન્નાભાઈને પૂછતાં તેમણે જણાવેલ કે 2015 થી મેન્ટનસ કરવામાં આવેલ નથી જોતીરગ્રામ વાયરો નીચા હોવાથી પાવર સપ્લાઈ પુરી ના મળતી નથી આ તમામ વાયરો સોટ થયેલ થયેલા છે.જે લોકોએ ત્યાં ચેકિંગ કરેલ હતું તે તમામ લોકોએ સરપંચના લેટર ઉપર લાઈન મેન્ટેન્સ કરવા માટેની અરજી પણ કરેલી હતી તેમ છતાં વીજ કર્મીઓ આવી રીતે ચેકીંગ ના નામે તુત ગોઠવી લોકોને પરેશાન કરવા પહોંચી જાય છે.