For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડીની હોટલમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ, રાજકોટના ત્રણ સહિત 6 શખ્સો ઝડપાયા

11:44 AM Nov 23, 2024 IST | Bhumika
લીંબડીની હોટલમાં પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ  રાજકોટના ત્રણ સહિત 6 શખ્સો ઝડપાયા
Advertisement

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર લીંબડી પાસેના કટારીયા ગામના પાટિયા નજીક આવેલ હોટલ ક્રિષ્ના કાઠિયાવાડી પાછળ ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ડીઝલ-પેટ્રોલની ચોરી કરી ચોરી કરેલું ડીઝલ-પેટ્રોલ બજાર કિંમત કરતા ઓછી કિંમતે વેચી દેવાના ચાલતા કૌંભાડનો સુરેન્દ્રનગર એસ. ઓ. જીએ પર્દાફાશ કર્યો છે. એસ ઓજી એ પાડેલા દરોડામાં હોટલ માલિક સહીત રાજકોટ, જામનગરના 6 શખ્સોની ધરપકડ કરી પેટ્રોલ અને ડીઝલ તેમજ બે ટેન્કર સહિત રૂૂ.87.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરેન્દ્રનગર એસઓજીને બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે આવેલી હોટલ ક્રિષ્ના કાઠિયાવાડીના માલિક ભાડુકા ગામનો રવિરાજ ભાઇ હરિસંગભાઇ ચૌહાણ પોતાની હોટલના પાછળના ભાગે આવેલા કંપાઉન્ડમા ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ડીઝલ-પેટ્રોલની ચોરી કરે છે. જેના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પડ્યાંની કડક સૂચનાથી પીઆઇ બી. એચ. શીંગરખીયા અને એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી 49,220 લિટર ડીઝલ કિંમત રૂૂ. 44, 63,761, અને 2,800 લિટર પેટ્રોલી કિંમત રૂૂ.2,65,888 તેમજ બે ટેન્કર અને મોબાઈલ નંગ-3 મળી કુલ રૂૂ. 87, 54, 649. 80 નો મુદ્દામાલ કબજે હોટલ માલિક રવિરાજભાઈ હરિસંગભાઈ ચૌહાણ સાથે રાજકોટના ભાર્ગવભાઈ પ્રતાપભાઈ ડાંગર, ઈન્દ્રજીતભાઈ રાયધનભાઈ વિરડા,માવજીભાઈ કાનાભાઈ ડાંગર તેમજ જામનગરના અજયકુમાર શ્રીરામકુમાર યાદવ,અભિષેક રામનયન યાદવની ધરપકડ કરી હતી.આ ટોળકી દ્વારા ડીઝલ-પેટ્રોલ ચોરીનું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. ઓઇલ કંપનીનો ટ્રક ડીઝલ-પેટ્રોલ ભરીને સપ્લાય કરવા નીકળે અને હોટલ પર ઉભું રાખી ટોળકી દ્વારા વાલ્વમાં સળિયો નાખી તેમાંથી ડીઝલ-પેટ્રોલ ચોરી લેવામાં આવતું હતું અને પછી તેનું વેચાણ પણ કરી દેવાતું હતું.

Advertisement

એસ.ઓ.જીના દરોડા બાદ જાણવા મળ્યું છે કે ડીઝલ-પેટ્રોલ ચોરીનો આ ગોરખધંધો છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહ્યો હતો અને દરરોજનું હજારો લીટર ડીઝલ-પેટ્રોલ ચોરીને તાત્કાલિક તેનું વેચાણ પણ કરી દેવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ બી.એચ.શીંગરખીયા સાથે પીએસઆઈ એન.એ.રાયમા અને એએસઆઈ અનિરુધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, અશ્વિન ભાઈ, રવિરાજ ભાઈ ખાચર, બળદેવ ભાઈ ડોડીયા, બળભદ્ર સિહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement