મારામારી સહિત 14 ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા કરાયા
જામનગરના વિશ્રામ વાડી વિસ્તારના નામચીન દારૂૂના ધંધાર્થી, કે જેની સામે એક ડઝનથી વધુ દારૂૂ ના ગુન્હા તેમજ અન્ય મારામારી ના બે સહિત 14 જેટલા ગુના નોંધાયા છે, તે માથાભારે શખ્સની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવાયો છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 વિશ્રામવાડી વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીચડા, કે જેની સામે પ્રોહીબિશન ના 12 ગુના નોંધાયા છે, જ્યારે શરીર સંબંધી અન્ય બે ગુનાઓ નોંધાયા છે. જે ગુનેગાર સામે એલસીબી દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ મારફતે જિલ્લા સમહર્તા સમક્ષ મોકલવામાં આવી હતી. જ્યાં જીલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જેથી જિલ્લા પોલીસવડા ના આદેશ અનુસાર એલસીબી ની પોલિસ ટીમે આરોપી જીગ્નેશ ખીચડા ની અટકાયત કરી લીધી છે, અને તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.