દારૂ અને મારામારી સહિતના 10 ગુન્હામાં સંડોવાયેલા શખ્સને તડીપાર કરાયો
01:10 PM Jul 10, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે દારૂૂ અને મારામારી સહિતના 10 જેટલા ગુનાઓ નોંધાયા હોવાથી તે આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ તેને જામનગર જિલ્લા બહાર મૂકી આવી છે.
Advertisement
જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એમ. 11 રૂૂમ નંબર 2643માં રહેતા પુનિત ઉર્ફે પુનિયો બાડો બીપીનભાઈ દાણીધાર નામના શખ્સ જુદા જુદા દારૂૂ ની પ્રવૃત્તિ ના છ ગુનાઓ નોંધાયા છે, ઉપરાંત તેની સામે શરીર સંબંધી ચાર ગુનાઓ નોંધાય છે. જે દસ ગુનાનો ઇતિહાસ રજૂ કરીને સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા તેને તડીપાર કરવા માટેની દરખાસ્ત તૈયાર કરીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવી હતી. જે દરખાસ્ત મંજુર થઈને આવી છે, અને પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઇ જામનગર જિલ્લામાંથી તડીપાર કરી દેવાયો છે.
Next Article
Advertisement