પોપટપરામાં ખાતર પાડવા આવેલા તસ્કરને લોકોએ મેથીપાક ચખાડ્યો
04:35 PM May 28, 2025 IST
|
Bhumika
Advertisement
શખ્સને પોલીસ હવાલે કરતા સારવારમાં ખસેડાયો
Advertisement
વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો તસ્કર રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં ચોરી કરવા માટે ધુસ્યો હતો. ત્યારે લોકોએ તેને ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો. ઝડપાયેલા તસ્કરને પોલીસ હવાલે કરતા ઇજાગ્રસ્ત તસ્કને સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો નવઘણ ભલુ વિકાણી (ઉ.વ.22) રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે ધુસ્યો હતો. ત્યારે લોકોએ તેને ઝડપી લઇ મારમાર્યો હતો. ઘટના અંગે જાણ કરતા પ્રનગર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે લોકોના મારથી ધવાયેલા તસ્કરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement