વેરાવળમાં લાંચ લઇ મેરેજ સર્ટિ. કાઢી આપતો પટાવાળો ઝડપાયો
01:44 PM Jun 20, 2025 IST
|
Bhumika
Advertisement
નગરપાલિકામાં એસીબીનું સફળ છટકુ
Advertisement
વેરાવળ-પાટણ સયુંક્ત નગરપાલીકાની લગ્ન નોંધણી શાખામાં અરજદારે મેરેજ સર્ટિફીકેટ કઢાવવા માટે કુલ 42 ફાઇલો આપેલ જે પૈકી સમૂહલગ્નની ફાઈલ દીઠ રૂૂા.100 તથા અન્ય ફાઈલોના રૂૂા.200 લેખે એમ કુલ 42 ફાઈલોના સર્ટિફિકેટ કાઢી આપવા માટે શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારી ગોવિંદ સરમણભાઈ કામળીયા ઉ.વ.42 એ રૂૂા.7,300 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
આ લાંચની રકમ અરજદાર આપવા ન માંગતા હોવાથી ગીર સોમનાથ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેને લઈ એસીબીના પીઆઈ ડી.આર. ગઢવી સહીતની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. જેમાં આજે બપોરે નગરપાલીકા કચેરી ખાતે કર્મચારી ગોવિંદ કામળીયાને લાંચની રૂૂા.7,300 ની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.