For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીરોને ડ્રગ્સને રવાડે ચડાવવાનું ષડયંત્ર, પેડલર ઝડપાયો

04:51 PM Sep 10, 2024 IST | Bhumika
સગીરોને ડ્રગ્સને રવાડે ચડાવવાનું ષડયંત્ર  પેડલર ઝડપાયો
Advertisement

ગુજરાત સરકારના ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત રાજકોટ શહેર એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે કેનાલ રોડ પરથી રૂા.1 લાખના 10.84 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં જંગલેશ્ર્વરના સપ્લાયરનું નામ ખુલતાં તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે. પેડલરની પુછપરછમાં રાજકોટ શહેરમાં અનેક નાની વયના સગીરોને ડ્રગ્સના રવાડે ચડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ મામલે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી છે જેમાં સપ્લાયર સહિત સમગ્ર રેકેટમાં અનેક નામો ખુલે તેવી શકયતા છે.

મળતી વિગતો મુજબ, શહેરમાં નશાનો કારોબાર વધી રહ્યો હોય ત્યારે એસઓજીએ આવા નશાના કારોબાર ઉપર લગામ કસવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત સરકારના ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત એસઓજીએ શહેરમાં ડ્રગ્સ વેચતા પેડલરો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના કેનાલ રોડ ઉપર એમ.ડી.ડ્રગ્સ સાથે પેડક રોડના ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નં.2માં જય ગૌ ગાત્રાળ નામના મકાનમાં રહેતા હર્ષ દેવાભાઈ ચાવડીયા (ઉ.19)ની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1,08,400ની કિંમતનું 10.84 ગ્રામ ડ્રગ્સ તથા મોબાઈલ અને એકટીવા સહિત રૂા.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં હર્ષ જંગલેશ્ર્વરના એક શખ્સ પાસેથી આ ડ્રગ્સ વેચવા માટે લાવ્યો હોવાનું કબુલ્યું હતું. રાજકોટનાં અલગ અલગ સ્કૂલ કોલેજ આસપાસ હર્ષ નાના સગીર વયના સગીરોને ડ્રગ્સના રવાડે ચડાવતો હોય અને તેને આ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હર્ષ ચાવડીયાની પુછપરછમાં તે વાહન લે-વેચનું કામ કરતો હોય અને સાથે ડ્રગ્સના રવાડે ચડેલા હર્ષ ચાવડીયા પોતાનો ખર્ચો કાઢવા માટે ડ્રગ્સ વેચતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ ભરત બી.બસીયાની સુચનાથી એસઓજીના નવનિયુકત પીઆઈ એસ.એમ.જાડેજા તથા પીએસઆઈ એમ.જી.માજીરાણા, આર.જે.કામળીયા, ધર્મેશ ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement