અંજારના વરસામેડીના બસસ્ટોપ પાસેથી પાંચ લાખના હેરોઇન સાથે પેડલર ઝડપાયો
અમૃતસરથી જથ્થો લઇ બંધાણીઓને વેંચતો હોવાની કબૂલાત
પંજાબ અને હરીયાણા સાથે પુર્વ કચ્છનો માદક પદાર્થના વેપલાનું કનેક્શન અનેક વખત પ્રકાશમાં આવ્યું છે , તેની વચ્ચે પુર્વ કચ્છ એસઓજીની ટીમે વરસામેડી પાસે ઉભી માદક પદાર્થનું છૂટક વેંચાણ કરી રહેલા પંજાબના ઇસમને રૂૂ.5 લાખની કિંમતના 10.10 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે પકડી રોકડ, મોબાઇલ સહીત રૂૂ.5.11 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂૂધ્ધ અને આ માલ આપનાર વિરૂૂધ્ધ ગુનો નોંધાવી વધુ એક વખત માદક પદાર્થના પંજાબ કનેક્શનનો પર્દાફાશ કર્યો છે.પૂર્વ કચ્છ એસઓજી પીઆઇ ડી.ડી.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવી કાર્યવાહી કરવાની પોલીસવડા સાગર બાગમારની સૂચના મુજબ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન એએસઆઇ આશિષકુમાર ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ વિશ્વજિતસિંહ જાડેજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મુળ પંજારના અમૃતસરનો હાલે વરસામેડી ઝુંપડા વિસ્તારમાં રહેતો પ્રભજિતસિંગ અનોપસિંગ મજબી વરસામેડીના બસ સ્ટોપ પાસે હાજર છે અને માદક પદાર્થ સાથે રાખી છૂટક વેંચાણ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે ઇન્વેસ્ટિગેશન કીટ તૈયાર કરી તે જગ્યાએ પહો઼ચ્યા તો આરોપીએ નાસવાનો પ્રયાસ કર્યો પણ તેને કોર્ઠન કરી પકડી લઇ તલાશી લેતાં તેની પાસેથી રૂૂ. 5,05,000 ના મુલ્યનો 10.10 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવતાં પકડાયેલા પ્રભજિતસિંગને પુછપરછ કરતાં આ હેરોઇનનો જથ્થો અમૃતસરના લખબીરસિંગ ઉર્ફે સાજન બિટુસિંગ મજબી પાસેથી લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. એસઓજીએ મોબાઇલ, રોકડ રકમ , રેલવેની ટીકીટ સહિત કુલ રૂૂ.5.11 લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને વીરુધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
