ગોંડલ બાયપાસ પાસેથી 86 હજારના એમ.ડી. ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
એસઓજીના પીએસઆઈ વી.કે.ઝાલાની ટીમનો દરોડો, જંગલેશ્વરના શખ્સનું નામ ખુલ્યું
શહેરના ગોંડલ બાયપાસ નેશનલ હાઇ-વે રોડ ઉપર એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.86300 ની કીમતના 8.63 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી પુછપરછ કરતા જંગલેશ્વરનું કનેક્શન ખુલ્યું છે.જેની વધુ તપાસ શરુ કરી છે.
શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા નસ્ત્રજઅઢ ગઘ ઝઘ ઉછઞૠજસ્ત્રસ્ત્ર મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા પેડલરો અને સપ્લાયરો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા સુચના આપેલ હોય જે સબંધે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા સાથે હરદેવસિંહ જાડેજા,યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાની સંયુકત બાતમી આધારે રાજકોટ ગોંડલ બાયપાસ નેશનલ હાઇ-વે રોડ ઉપર ગુરૂૂવરદ એપાર્ટમેન્ટની બાજુમાં જોગમાયા સર્વિસ સ્ટેશન પાછળ જાહેર રોડ ખાતેથી રૂૂ.86300 ની કીમતના 8.63 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે અગાઉ દૂધસાગર રોડ ઉપર રિધ્ધીસિધ્ધી સોસાયટીમાં શેરી નં.04માં રહેતા હાલ મોરબી રોડ ગોપાલ હોટેલ ગૌરીદળ રહેતા મુકેશભાઇ સુગનામલ વસનાણી (ઉ.વ.45)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં એમડી ડ્રગ્સ જંગલેશ્વરનો શખ્સ સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી. બસીયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પી એસ આઈ વી.કે. ઝાલા, એ. એસ. આઇ. અરૂૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ બાળા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, મહાવિરસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ ગોહિલ, નરપતસિંહ જાડેજા મહિલા કોન્સ્ટેબલ મોનાબેન બુસાએ કામગીરી કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયાએ અભિપ્રાય આપ્યો હતો.