શહેરમાં દેશી-વિદેશી દારૂ અને જુગાર ઉપર PCBના દરોડા
શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિને અંકુશમાં લાવવા માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમે શહેરમાં દારૂ અને જુગારના હાટડાઓ પર ધોંસ બોલાવી એક જ દિવસમાં પાંચ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂની 79 બોટલ સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા જયારે દેશી દારૂ સાથે એક મહીલા અને વરલીના આંકડા લેતા 4 ને ઝડપી લઇ કુલ 9 ની ધરપકડ કરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં વિદેશી અને દેશી દારૂ તેમજ જુગાર ઉપર દરોડા પાડયા હતા. પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાની સુચનાથી પીએસઆઇ એમ. જે હુણ અને તેમની ટીમે પાડેલા દરોડામાં શહેરના ખોડીયારનગર શેરી નં રપ માં મોમાઇ ડેરી સામે રહેતા જગદીશ ભુપત ભોજકના ઘરે દરોડો પાડી રૂ. 12400 ની કિંમતના 31 બોટલ વિદેશી દારૂ સાથે જગદીશ સાથે હાર્દિક નરેન્દ્ર ભાડજાની ધરપકડ કરી હતી.
જયારે 1પ0 ફુટ રીંગ રોડ પર ટવીન્સ ટાવર પાસે નહેરૂનગર તરફ જવાના રસ્તે સેન્ટ્રો કાર નં જીજે 3 કેએચ 3135 માંથી રૂ. 29496 ની કિંમતની 48 બોટલ દારૂ સાથે યુનિવર્સિટી રોડ પર કેવલ કવાર્ટસ બી/37 માં રહેતા મહીપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નહેરૂનગર શેરી નં 4 માલધારી ચોક, બાલાજી હોલ પાસે, નાના મૌવાના શીવાંગ ધર્મેશ સોલંકીની ધરપકડ કરી રૂ. 1.79 લાખનો મુદામાલ કબજે કર્યો છે.પીસીબીની ટીમે રૈયા ધાર ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાછળ મફતીયાપરામાંથી દરોડો પાડી 12000 નો દેશી દારૂ બનાવવાનો 600 લીટર આથો તથા 1ર લીટર દેશી દારૂ મળી 14000 ના મુદામાલ સાથે રૈયાધાર ધરમનગર આવાસ યોજના પાસે રહેતી વસંતબેન પ્રવિણભાઇ સાડમીયાની ધરપકડ કરી હતી.
જુગારના દરોડામાં સામાકાંઠે પાંજરાપોળ પાસેથી પીસીબીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મફતીયાપરામાં રહેતા અસરફ સુલેમાન રાઉમા અને સંતકબીર રોડ પર શકિત સોસાયટી પ માં રહેતા વનરાજ રણછોડ મોરીને વરલીના આકડા લેતા ઝડપી લીધા હતા તેમજ બીજા દરોડામાં સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં 4 માં શકિત ડેરી પાસેથી હર્ષદ ઉર્ફે ડાગલો ખોડીદાસ મહેતા (રહે. મનહર પરા પ) અને ભગવતિ સોસાયટી શેરી નં ર દુધસાગર રોડ પર રહેતા મુબારસા ઇસ્માઇલસા શાહમદારને વરલીના આકડા લેતા ઝડપી લીધા હતા આ બંને દરોડામાં 10000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પીસીબીની ટીમના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા સાથે પીએસઆઇ એમ. જે હુણ અને તેમની ટીમના મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મહેતા, કુલદિપસિં જાડેજા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર અને હિરેન સોલંકીએ કામગીરી કરી હતી.