ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

04:53 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement

શહેરના હરીનગર મેઈન રોડ પર નિલકંઠ નગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી મકાન અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂા. 57,600ની કિંમતની 204 બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.

Advertisement

મળતી વિગતો મુજબ પોલીસ કમિશનરના સિદ્ધા માર્ગદશન હેઠળ કાર્યરત પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમના પીએસઆઈ એમ.જે. હુણ સહિતના સ્ટાફે બાતમીના આધારે હરિનગર મેઈન રોડ પર નિલકંઠ નગરમાં આવેલ એક મકાન અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જીજે 1 આરસી 5697 નંબરની ઝેટા કાર અને મકાનમાંથી રૂા. 57,600ની કિંમતની 204 બોટલ દારૂ અને કાર સહિત 3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી મુળ પોરબંદરના અને હાલ નિલકંઠ નગરમાં જીબી.7 સ્ટોરી એપાર્ટમેન્ટમાં રહેતા રાણાભાઈ ફોગાભાઈ શામળાની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થો ક્યાંથીલાવ્યો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલિયા સાથે પીએસઆઈ એમ.જે. હુણ અને તેમનીટીમે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement