માજોઠીનગરના બૂટલેગરના ઘરે અને માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીના દરોડા, 128 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
બે દરોડામાં રૂ.1.29 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપડક અને બેની શોધખોળ
શહેરમાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા પોલીસ કમિશ્નરે તેમના સીધા દેખરેખ હેઠળ કાર્યરત પીસીબીને સુચના આપી હોય જેને અનુસંધાને પીસીબીની ટીમને મળેલી બાતમીને આધારે દુધ સાગર રોડ ઉપર માજોઠીનગર મેઇન રોડ ઉપર તેમજ આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ જવાના રસ્તે સર્વીસ રોડ ઉપર બે સ્થળે દરોડો પાડી રૂૂ.59 હજારના વિદેશી દારૂૂની 128 બોટલ સાથે બે શખ્સોની ધરપકડ કરી બેની શોધખોળ શરૂૂ કરી છે. બન્ને દરોડામાં રૂૂ.1.29 લાખનો મુદ્દામાલ કબજે પીસીબીના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા અને પી.આઈ એમ.જે.હુણની ટીમે બાતમીના આધારે બે સ્થળે દરોડા પડ્યા હતા જેમાં પ્રથમ દરોડો દુધ સાગર રોડ ઉપર માજોઠીનગર મેઇન રોડ ઉપર ભારત ટાયર પંચરની બાજુમાં આવેલ ઇમરાન દીલાવરભાઇ ફુલાણીના મકાનમાં પાડવામાં આવ્યો હતો જ્યાંથી રૂૂ.30,958ની 46 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. ઇમરાન દીલાવરભાઇ ફુલાણીની પુછપરછમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે ન્યુ શકિત સોસાયટી પાણીના ટાંકા પાસે રહેતા રવિ કિશોરભાઇ મકવાણાનું નામ ખુલ્યું હતું.
બીજા દરોડામાં આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ જવાના રસ્તે સર્વીસ રોડ ઉપર કોહીનુર સર્વીસ સ્ટેશન પાસેથી ઓટો રીક્ષા નંબર જીજે-03-બીટી-9402 માંથી રૂૂા.28,800ની કીમતની 72 બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.
પોલીસે રિક્ષા ચાલક જંગલેશ્વર શેરી નં.25 દેવપરા મેઇન રોડ ઉપર રહેતા સતારભાઇ કાદરભાઇ ફકીરની ધરપકડ કરી પુછપરછ કરતા પકડવાના કાલાવાડ રોડ ઉપર રહેતા અરબાજનું નામ ખુલ્યું હતું.પીસીબીએ દારુ સહીત કુલ રૂૂા.98,800નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી પી.સી.બીના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ સાથે એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.