પાટણવાવના યુવક સાથે સસ્તા ભાવેે જેસીબી આપવાની લાલચે 11.30 લાખની છેતરપિંડી
જૂનાગઢના પિતા-પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ
ધોરાજીના પાટણવાવ ગામે રહેતા યુવકને જૂનાગઢના પિતા પુત્ર સહિત ત્રણ શખ્સોએ સસ્તા ભાવે જેસીબી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ રૂૂા.11.05 લાખ મેળવી લીધા હતા, પરંતુ બે માસ સુધી જેસીબી ન મળતા યુવકે રકમ પરત કરવા જણાવતા વેપારી પિતા-પુત્રએ જ્ઞાાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વધુ રૂૂા.25,200 પણ પડાવ્યા હતા.
પાટણવાવ ગામે રહેતા પ્રકાશ રાણવાને જેસીબીની ખરીદી કરવા કાના ચૌહાણ સાથે સંપર્ક થતાં કાનાભાઈએ સસ્તા ભાવે જેસીબી અપાવવાનું જણાવી જૂનાગઢના મધુરમ ગેટ પાસે જેસીબીની લે-વેચ કરતા મુન્નાભાઈ મીરની સબ કા માલિક એક અર્થ મુર્વ ઓફિસે લઈ ગયા હતા. જ્યાં મુન્નાભાઈ અને તેના પુત્ર નદીમ સાથે મુલાકાત થઈ હતી. જેસીબીનો ફોટો બતાવતા રૂૂા.11.11 લાખમાં સોદો નક્કી કર્યો હતો અને પ્રકાશભાઈએ રૂૂા.1.50 લાખ ટોકન પેટે આપ્યા હતા. પ્રકાશભાઈએ જેસીબી લેવા તેના ભત્રીજા હિતેશને નદીમ સાથે મધ્યપ્રદેશ ગ્વાલિયર મોકલ્યો હતો.
ગ્વાલિયર પહોંચ્યા બાદ હિતેશે પ્રકાશભાઈને રૂૂપિયા મોકલવાનું જણાવતા કાનાભાઈ સાથે ઉપલેટા આંગડિયા પેઢીમાંથી રૂૂા.9 લાખ અને ત્યારબાદ રૂૂા.55 હજાર ફોન-પે દ્વારા મોકલ્યા હતા. પરંતુ ત્યારબાદ પિતા-પુત્રએ માથાકૂટ થઈ હોવાનું જણાવી હિતેશને રસ્તામાં ઉતારી ચાલ્યા ગયા હતા. કાનાભાઈએ હવે જેસીબીનો સોદો કેન્સલ થયો હોવાથી રૂૂપિયા થોડા દિવસોમાં મળી જશે તેમ પ્રકાશભાઈને જણાવ્યું હતું. બાદમાં પ્રકાશભાઈ મધુરમ વિસ્તારમાં આવેલી મુન્નાભાઈની ઓફિસે રકમ લેવા જતા પિતા-પુત્રએ ઉશ્કેરાઈ જેસીબી અને રૂૂપિયા ભૂલી જાવ તેમ કહી જ્ઞાાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. એટલું જ નહી અહીંથી જીવતા જવું હોય તો રૂૂપીયા આપવા પડશે તેમ કહી વધુ રૂૂપીયા રપ હજાર બળજબરીથી પડાવી લીધા હતા. જૂનાગઢના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.