પાટણ હોમગાર્ડ યુનિટના કર્મચારી રૂા.2 હજારની લાંચ લેતા ઝડપાયો
પાટણમાં હોમગાર્ડ જવાન પાસેથી રૂૂ.2 હજારની લાંચ લેતો હોમગાર્ડ યુનિટનો કર્મચારીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. પગાર બીલની 12 હજારની રકમ મંજુર કરવા 2 હજારની લાંચ માંગી હતી.
મળતી વિગતો મુજબ પાટણ હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જે પાટણ શહેર હોમગાર્ડ યુનિટ ખાતે હોમગાર્ડ ની ફરજ બજાવતા હોય હોમગાર્ડ યુનિટ ખાતે પગારબિલ તેમજ અન્ય વહીવટી બાબતો અંગેની કામગીરી સંભાળતા પાટણ શહેર હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવે ફરિયાદીની હોમગાર્ડ ફરજ અંગેના રૂૂ.12,000 ના બિલ બનાવી મંજૂર કરી આપવાના અવેજ પેટે રૂૂ.2000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી હોમગાર્ડ જવાન આપવા માંગતા ના હોય તેણે આ મામલે પાટણ એસીબી નો સંપર્ક કરેલ અને પોતાની ફરિયાદ આપતાં જે ફરિયાદ આધારે પાટણ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે લાંચના છટકુ ગોઠવી ગેરકાયદેસર લાંચના નાણાં રૂૂ.2,000 લેતા હોમગાર્ડ યુનિટના કર્મચારી રાજેશકુમાર કાંતિલાલ વૈષ્ણવને ઝડપી લેવામાં આવ્યો હતો. એ.સી.બી. બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપર વિઝન હેઠળ ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.ચૌધરી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
