જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો
જૂનાગઢ-દ્વારકા રૂૂટની એસટી બસમાં પેસેન્જર દારૂૂ ભરેલો મૂકી ભાગી જતા પોલીસે 21 બોટલ દારૂૂ લઈ તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રે 8:30 વાગ્યે જીજે 18 ઝેડ 9363 નંબરની જુનાગઢ-દ્વારકા રૂૂટની એસટી બસ ડેપો પરથી નીકળીને મોતીબાગ પહોંચતા ત્યાંથી 25 થી 30 વર્ષની ઉંમરનો મધ્યમ બાંધનો અજાણ્યો પેસેન્જર સફેદ લીલા કલર જેવો થેલો, થેલી લઈને બસમાં ચડ્યો હતો અને આ પેસેન્જર કંડકટરની સીટ પાછળની સીટ પર બેઠો હતો.
મધુરમ ખાતે બસ પહોંચતા કંડકટર ઉર્વર્ષીબેન માલદેભાઇ ભાદરકાએ ટિકિટનું પૂછતા તેને બાંટવાની ટિકીટ આપી હતી અને લગેજની ટિકિટનું કહેતા સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી શંકા જતા કંડકટર ઉર્વશીબેને પોલીસને ફોન કરતા શખ્સ બસમાંથી ઉતરીને નાસી ગયો હતો. દરમિયાન પોલીસે આવી થેલો ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂૂની 21 બોટલ મળી આવતા રૂૂપિયા 26,400નો દારૂૂ કબજે અજાણ્યા પેસેન્જર સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આમ જૂનાગઢ - દ્વારકા એસટી બસમાં પેસેન્જર દારૂૂ ભરેલ થેલો મુકી નાસી છૂટ્યો હતો.