ઘંટેશ્ર્વર પાર્કમાં રાખડી બાંધવા જવા બાબતે પરિણીતાનું સસરાએ માથું ફોડી નાખ્યું
શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી પરિણીતાને સસરાએ હથોડાનો ઘા ઝીંકી માથું ફોડી નાખ્યું હતું અને હાથ પણ ભાંગી નાખ્યો હતો. રક્ષાબંધનની ઉજવણી માટે પતિ સાથે નણંદનાં ઘરે જવા બાબતે બોલાચાલી થતા પુત્રવધૂને મારમાર્યો હતો. ઘંટેશ્વર પાછળ બ્રહ્માનંદ સોસાયટી બ્લોક નંબર-158 માં રહેતી 26 વર્ષીય પરિણીતા પુજાબેન બંશીભાઈ રાજયગુરૂૂએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સસરા રાજેશ ભીખુભાઇ રાજ્યગુરૂૂનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પતિ બંસીભાઈ, લૂંટે પ્રીયાંશ (ઉ.વ.3), સસરા રાજેશભાઈ તથા સાસુ દીપાબેન સાથે રહે છે. પરિણીતાના લગ્ન વર્ષ 2017 માં બંસીભાઇ રાજ્યગુરુ સાથે થયા હતા. માવતર જામનગર જિલ્લાના જાંબુડા નજીક આવેલ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સસરા હાલ નીવૃત હોય જેઓ અવાર નવાર ઘરકામ અર્થે જીભાજોડી કરતા હતા.
ગઈ તા-06/08/2025 ના રોજ રાત્રીના દશેક વાગ્યાની આસપાસ મારા પતી બંસીભાઈ કે જેઓ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય અને તેમની નાઈટ ડ્યુટી હોય તેઓ જમીને નોકરી પર જતાં હતા. દરમિયાન ફરિયાદીએ પતિને રક્ષાબંધનનાં રોજ નંણદ ગેમલબેન પ્રદીપભાઈ વ્યાસ કે જેઓ ઉપલેટા ખાતે રહેતા હોય રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉપલેટા ખાતે રાખડી બંધાવવા જવા અર્થે વાત થયેલ હતી અને પતિ સાથે જવાનું નક્કી થયું હતું. બાદ પતિ પોતાની નોકરી પર જતાં રહ્યા હતા.
જે બાદ ઉપલેટા ખાતેથી જામનગર મુકામે માવતરને ત્યા પરિણીતાએ ભાઈ વાસુદેવભાઈ તથા મોટાભાઈ હાર્દીકભાઈને રાખડી બાંધવા જવાની વાત કરતા સસરાએ કહેલ કે, તારે ઉપલેટા જવાનુ નથી, તુ તારા પિયર જજે. ત્યારે હું મારે કેમ ઉપલેટા નહિ જવાનું પૂછતાં સસરા એકદમ ઉશ્કેરાય જઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. બાદ પરિણીતા બાથરૂૂમમાં જતી રહેલ હતી. ત્યારે સસરા હથોડો લઈ ધસી આવ્યા હતા અને પાછળથી માથાના તાળવાના ભાગે એક ઘા મારી દેતા માથુ ફુટી ગયેલ હતું. બીજો ઘા મારવા જતા પરિણીતાએ ડાબા હાથ વડે હથોડો પકડવા જતા પોચા ઉપર ઘા વાગી ગયો હતો. દરમિયાન સાસુએ વચ્ચે પડી તેને વધુ મારમાથી બચાવી હતી.