ભાવનગરના દવાળ ગામે યુવાનની હત્યાના ગુનામાં માતા-પિતા-પુત્રને આજીવન કેદની સજા
ચાર વર્ષે પૂર્વે ભાવનગર જીલ્લાના મહુવા નજીકના દવાળ ગામે પોલીસ ફરીયાદની જુની દાજ રાખી લડાઈ ઝઘડો કરી પતિ, પત્નિ, અને પુત્ર ત્રણેયે એક સંપ કરી એક શખ્સ ઉપર જીવલેણ હથીયારો વડે હુમલો કરી મોત નિપજાવ્યુ હતુ. આ બનાવની મહુવા ના દાઠા પોલીસ સ્ટેસને ત્રણેય આરોપીઓ સામે હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ મહુવા અદાલતમાં ચાલી જતા અદાલતે ત્રણેય આરોપીઓને કસુરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.
આ બનાવની જાણવા વિગતો એવી છે કે આ કામના ફરીયાદી ભાઈ સાથે આશરે છએક મહિના પહેલા આરોપી (1) વિક્રમભાઇ ઉર્ફે મેકડોલ ઘીરૂૂભાઈ ચૌહાણ તથા (2) ઘીરુભાઈ કલાભાઈ ચૌહાણ તથા (3) પુનીબેન વા/ઓ. ધીરૂૂભાઈ કલાભાઈ ચૌહાણ નાઓએ માથાકુટ ઝઘડો કરેલ અને ફરીયાદીને માર મારેલ હોય ફરીયાદીએ પોલીસ ફરીયાદ કરેલ હોય ત્યારથી મનદુ:ખ ચાલતુ હોય જેની દાઝ રાખી તા. 28/3/2021 ના રોજ ફરીયાદીના નાનાભાઈ મરણજનાર પ્રતાપભાઈ ધનાભાઈ શિયાળ તથા સાહેદ અજયભાઈ કાનાભાઈ શિયાળ બંન્ને શાકમાર્કેટ તરફ જતા હતા ત્યારે દયાળ ગામે મેઇન બજારમાં સાહેદ પ્રવિણભાઈ ખસીયાની દુકાન સામે પહોંચતા આરોપીઓએ પાછળથી આવી, આરોપી નં. 2 નાઓએ મરણજનારને પાછળથી બથમાં પકડી રાખી, આરોપી નં. 1 તથા 2 નાઓએ જોર જોરથી રાડો પાડી તેના દિકરા આરોપી નં. 1 ને આજ આ પ્રતાપને જીવતો નથી જેવા દેવો, તુ એને મારી જ નાખ તેમ કહેતા, આરોપી નં. 1 ના ઓએ તેઓના હાથમાં રહેલ છરીનો એક ઘા મરણજનારને છાતીના ભાગે મારી દઈ, મરણજનારને જીવલેણ ગભીર ઇજા કરી, મોત નીપજાવ્યું હતું . આ બધા અંગે પોલીસેઆરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. આ અંગેનો કેસ મહુવાના ખીજા એડીશ્નલ સેશન્સ જજ અનુકુમાર પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ કમલેરા કેસરીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપીઓ (1) વિક્રમભાઈ ઉર્ફે મેકડોલ ઘીરૂૂભાઈ ચૌહાણ તથા (2) ધીરુભાઈ કલાભાઈ ચૌહાણ તથા (3) પુનીબેન વા/ઓ. ધીરૂૂભાઇ કલાભાઇ ચૌહાણ ને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે તથા દરેક આરોપીને રૂૂા. 10,000/- નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવે છે અને દંડ ભરવામાં કસુર કરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે.