જામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવ
જામનગરના ધુતારપર ગામ એ શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્કુલમાં સ્ટાફ દ્વારા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોય વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઇ કરાવવામાં આવતી અને ત્યાંના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય આવી રજુઆત ત્યાં વાલીઓ દ્વારા જિલ્લા કોંગ્રેસને કરવામાં આવી હતી. રજુઆતને ધ્યાને લઇ જિલ્લા કોંગ્રેસના મહીલા પ્રમુખ કૃપાબા જાડેજા, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ દેવરાજભાઇ ગોહીલ અને સેવાદળના પ્રમુખ રોશનબેન નાઇ અને જામજોધપુર કોંગ્રેસ મહીલા પ્રમુખ સુકેતાબેન દ્વારા સ્કુલની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ હકીકતની ખરાઇ કરતા આ સ્કુલના શિક્ષકો પણ તેમની શિક્ષક તરીકેની પુરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ના હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય એ સહીત વાલીઓ દ્વારા મળેલ રજુઆત અંગે આચાર્યને રજુઆત કરી તપાસ કરવી પગલા લેવા માંગ કરી હતી.