પંચશીલ શરાફી મંડળીનું ‘ઉઠમણું’, 17 લોકો સાથે 54.32 લાખની ઠગાઇ
રોકાણની રકમ ડબલ થઇ જશે તેવી લાલચ આપી ઠગાઇ આચરી, કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરમા વધુ એક મંડળીનુ ઉઠમણુ થયુ છે. શહેરનાં મોરબી રોડ ફાટક પાસે રહેતા દીનેશભાઇ ચીમનભાઇ સોલંકી નામનાં કોન્ટ્રાકટરે પોતાની ફરીયાદમા રાજનગર ચોક લક્ષ્મી સોસાયટીમા રહેતા પરેશભાઇ પ્રાગજીભાઇ સોલંકી , તેમનાં પત્ની નીરુબેન પરેશભાઇ અને તેમનાં સાળા મુકેશભાઇ બાબુભાઇ ખીમસુરીયા સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે. આ ત્રણેય આરોપીએ પંચશીલ શરાફી મંડળી ખોલ્યા બાદ તેમા લોકો પાસે રોકાણ કરાવડાવી અને એકનાં ડબલની લાલચ આપી 17 લોકો સાથે 54.32 લાખની છેતરપીંડી કરી હાથ ઉચા કરી દીધા હતા.
સમગ્ર ફરીયાદ મામલે ફરીયાદી દીનેશભાઇએ આક્ષેપો સાથે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનાં કૌટુંબીક સગા પરેશભાઇ સોલંકી સાથે 2014 મા રાજનગર ચોક ખાતે મળ્યા હતા અને ત્યા તેઓએ પંચશીલ શરાફી મંડળી નામનુ મંડળ ચલાવતા હોવાનુ અને પોતે ચેરમેન હોવાનુ જણાવ્યુ હતુ. જેથી દીનેશભાઇએ તેમનાં સગા સબંધી અને સોસાયટીઓનાં લોકોને શરાફી મંડળી વિશે વાત કરી હતી તેમજ તેમને પરેશભાઇએ જણાવ્યુ હતુ કે 3 વર્ષ સુધી રોકાણ કરો અને ત્રણ વર્ષ બાદ તમને વ્યાજ સહીત રકમ પરત કરીશુ તેમજ બેંકમા રૂપીયા મુકશો તો 9 વર્ષે ડબલ થશે . અમારી મંડળીમા પૈસા મુકશો તો પાંચ વર્ષમા ડબલ કરી આપીશુ.
આમ પરેશભાઇ અને નીર્મળાબેને જણાવ્યુ હતુ . ત્યારબાદ દીનેશભાઇનાં વિસ્તારનુ કલેકશન પરેશભાઇનાં સાળા મુકેશભાઇ ઉઘરાવતા હતા અને તેઓ કૌટુંબીક થતા હોય જેથી મુકેશભાઇ પૈસા ઉઘરાવીને દર મહીને આ પૈસા પરેશભાઇ અને નીર્મળાબેનને આપતા હતા. આમ દીનેશભાઇએ તેની મંડળીમા રોકાણ કર્યુ હતુ તેમજ 4 વર્ષ પહેલા માતા જશુમતીબેને આરટીઓ પાછળનુ મકાન હતુ તે વહેચતા તેનાં રૂ. 16 લાખ આવ્યા હતા. જે પૈસા પણ તેની મંડળીમા રોકાણ કર્યા હતા. જેની ડાયરી આરોપીઓએ લખી આપી હતી.
આ પૈસાની સામે દર મહીને 20 હજાર વ્યાજ ચુકવતા હતા . આમ ફરીયાદી દીનેશભાઇનાં પરીવારે કુલ ર6 લાખનુ રોકાણ તેની મંડળીમા કર્યુ હતુ . ત્યારબાદ માતા જશુમતીબેને જે પૈસાનુ રોકાણ કર્યુ હતુ તેમાથી 1 લાખ રૂપીયા પરેશભાઇએ અંગત જરુરીયાત માટે લેતા તેનુ લખાણ કરી આપ્યુ હતુ . થોડા સમય બાદ જાણવા મળ્યુ કે આ ટોળકીએ ઇન્દુબેન દવેરા, નરેશભાઇ રાઠોડ , વર્ષાબેન મકવાણા, યોગેશભાઇ મકવાણા, વિજયાબેન મકવાણા, સવીતાબેન પરમાર, મંજુલાબેન મકવાણા, દીપ્તીબેન મકવાણા, ઇન્દીરાબેન મકવાણા, દક્ષાબેન ચાવડા, લતાબેન ડાભી, સોનલબેન ચાવડા, વનીતાબેન ભાસ્કર, લલીતાબેન, રમાબેન ભાસ્કર અને જયોતીબેન મકવાણા સાથે પણ લોભામણી લાલચ આપી વિશ્ર્વાસમા લઇ પૈસા પડાવી છેતરપીંડી કરી હતી . આમ આ ટોળકીએ 17 લોકો સાથે કુલ 54.32 લાખની ઠગાઇ કર્યાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધવામા આવતા પોલીસે ટોળકીની શોધખોળ શરુ કરી છે.