For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટ ક્ધયા છાત્રાલય દુષ્કર્મ કેસમાં પાંચવડાના પૂર્વ સરપંચની ધરપકડ

11:54 AM Aug 03, 2024 IST | Bhumika
આટકોટ ક્ધયા છાત્રાલય દુષ્કર્મ કેસમાં પાંચવડાના પૂર્વ સરપંચની ધરપકડ
Advertisement

જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિએ આગોતરા માટે કરેલી અરજી

જસદણના આટકોટના ચકચારી ક્ધયા છાત્રાલયમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આટકોટના પાંચવડા ગામના પુર્વ સરપંચ અને છાત્રાલયના ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. છાત્રાલયની વિદ્યાર્થીની સાથે બનેલ દુષ્કર્મની ઘટનામાં વિરનગર જિલ્લા પંચાયતના મહીલા સદસ્યના પતિ સહીત રાજકીય આગેવાનો સામે ફરીયાદ નોંધાયા બાદ આ મામલે રાજકીય ચર્ચાઓ જાગી હતી. ઘટના બાદ પોલીસની ભીંસ વધતા એક ટ્રસ્ટી મધુ ટાઢાણી અંતે મોડી સાંજે રાજકોટ ગ્રામ્ય એલસીબીના શરણે થતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલ એક આરોપીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા માટે અરજી કરી છે. જેની બે દિવસ બાદ સુનાવણી છે. મળતી વિગતો પ્રમાણે મધુ ટાઢાણીની પાંચવડા ગામેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય એલસીબીના શકંજામાં છે. થોડા સમય પહેલા આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદની નોંધાણી થઈ હતી જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપી મધુ ટાઢાણીને આટકોટ પોલીસ હવાલે સોપવા માટેની તૈયારી રાજકોટ ગ્રામ્ય કઈઇ ની ટીમ કરી રહી છે. આ સાથે દુષ્કર્મની ઘટનાનો બીજો આરોપી પરેશ રાદડીયાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ છે.

Advertisement

માતૃશ્રી ડી.બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ક્ધયા છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા વિરૂૂદ્ધ ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નોધનીય છે કે, ક્ધયા છાત્રાલયમાં વિદ્યાર્થિની ટાઢાણી અને સાથે ધાક ધમકી, મારામારી અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement