ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પદ્મીની બાની હનીટ્રેપનો ભોગ બનેલાને ગોંડલ પોલીસનો સંપર્ક કરવા અપીલ

12:03 PM Apr 25, 2025 IST | Bhumika
Advertisement

હનિટ્રેપ પ્રકરણમાં ટોળકી સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બનાવવા પોલીસ મેદાને

Advertisement

ગોંડલના વૃદ્ધને હનિટ્રેપમાં ફસાવી સાત લાક રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચનાર રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મીનીબા વાળા સહિત પાંચ વિરુદ્ધ ગોંડલ સીટીપોલીસમાં ગુનો નોંધાયા બાદ તમામની દરપકડ કરવામાં આવી હતી. અને તેના પુત્ર સહિત પાંચનો જામીન પરછુટકારો થયો હતો. પોલીસ તપાસમાં એવી સંકા છે કે, પદ્મીનીબા અને તેમની ટોળકીએ રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતભરમાં અનેકને શિકાર બનાવ્યા છે. ત્યારે આ હનીટ્રેપના મામલે ગોંડલ પોલીસે જાહેર જનતાને આ ટોળકીનો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

ગોંડલ બીડીવીઝન પોલીસ દ્વારા જાહેર જનતાને કરવામાં આવેલ પીલમાં જણાવ્યું છે કે, હનીટ્રેપ કેસમાં પકડાયેલ રાજકોટના રેલનગર રામેશ્ર્વર પાર્ક શેરી નં. 5માં રહેતા ક્ષત્રિય આંદોલન વખતે સક્રિય ભુમિકા બજવનાર મહિલા અગ્રમી પદ્મીનીબા ગીરીરાજસિંહ વાળા, તેના પુત્ર સત્યજીતસિંહ ગીરીરાજસિંહ વાળા તથા રાજકોટના મવડી પ્લોટ અંકુર મેઈન રોડ ઉપર રહેતા સ્યામ સંજય રાયચુરા, રાજકોટ ઉદય નગરના હિરેન હિતેશ દેવડિયા અને સાત હનુમાન પાસે નાકરાવાડીમાં રહેતા તેજલબેન વિનોદભાઈ હરિભાી છૈયા સામે ગુનો નોંધાયો હોય ત્યારે આ મામલે ગોંડલ સીટી બી ડિવિજન પોલીસે આ ટોળકીનો ભોગ બનેલ કોઈપણને આરોપીઓએ હનીટ્રેપના ગુનામાં ફસાવે દેવાની ધમકી આપી રૂપિયા પડાવેલ હોય અથવા તો રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોય તો આવા ભોગ બનેલા લોકોએ ગોંડલ બીડીવીઝન પોલીસ મથકના પીઆઈ જે.પી. ગોસાઈ અથવા ગોંડલ બીડીવીઝન પોલીસ સ્ટેશનના મોબાીલ નંબર 6359625707 અથવા 63596 25709 ઉપર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. હનીટ્રેપ કેસમાં જામીન પર છુટેલા પદ્મીનીબા વાળા તથા તેજલ છૈયા તેમજ સત્યજીતસિંહ, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયા સામે કાયદાનો ગાળિયો વધુ મજબુત કરવા પોલીસે જાહેર જનતા પાસે આવા હનીટ્રેપનો ભોગ બનેલાને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

Tags :
crimegondalgondal newsgondal policegujaratgujarat newshoneytrap victimsPadmini Bani
Advertisement
Next Article
Advertisement