મોરબીમાં રૂા.15 હજારની ઓનલાઇન કુર્તીઓ મંગાવી, આવ્યું: એક જૂનું પેન્ટ
ઓનલાઈન ખરીદીની સાથે ઓનલાઈન ચીટીંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે છાશવારે ઓનલાઈન ખરીદીના નામે છેતરપીંડીના બનાવો સામે આવતા હોય છે જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામના યુવાને ઓનલાઈન કુર્તી ખરીદી માટે ઓર્ડર આપી એડવાન્સ 15 હજાર રૂૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું બાદમાં એક જુનું ફોર્મલ પેન્ટ પાર્સલમાં મોકલતા રૂૂ. 15 હજારની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (ઉ.વ.31) નામના યુવાને મોબાઈલ નંબર 70414 59596 અથવા UPI ID 63597 71885 એક્સીસ બેંક ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઈન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદી કરવા સચ કરતા આરોપીએ મોબાઈલમાં વોટ્સએપ મેસેજ કરી અગ TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તી ખરીદી બાબતે વાતચીત કરી એક કુર્તીના રૂૂપિયા 150 ભાવ નક્કી કરીને 100 કુર્તીનો ઓર્ડર લખાવ્યો હતો.આરોપીએ સ્કેનર મોકલી રૂૂ 15,000 રૂૂપિયા યુપીઆઈ આઈડીમાં ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ મેળવી લીધું હતું બાદમાં ફરિયાદીએ આપેલ ઓર્ડર મુજબ કુર્તીઓ નહિ મોકલી પાર્સલમાં એક જુનું ફોર્મલ પેન્ટ મોકલી ફરિયાદી સાથે છેતરપીંડી કરી રૂૂ 15 હજાર ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધાનું જણાવ્યું છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.