રાજુલા-ધારેશ્ર્વર-વીજપડી રોડ કોન્ટ્રાક્ટરે ખોદી નાખ્યો
રાજુલા તાલુકાના ધારેશ્વર ધાતરવડી ડેમમાંથી નગરપાલિકા માટે પીવાના પાણીની પાઇપ લાઇન નાખવા માટે GUDC વિભાગ દ્વારા પ્રાઇવેટ કંપની વીસી પ્રોજેકટ એન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ નામની કંપનીના કોન્ટ્રાકટર મારફતે કામ છેલ્લા કેટલાક મહિનાઓથી ગોકળગતિએ ચાલતું હતું અંતે માર્ગ મકાન વિભાગનો રોડ તોડી તોડી પાઇપ લાઇન નાખવા માટેની કામગીરી શરૂૂ કરતા વિવાદ સર્જાયો છે અહીં સ્થાનિક સરપંચોથી લઈ આગેવાનો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતા કોન્ટ્રાકટર દ્વારા કોઈ ગંભીરતા લેવાતી નથી નાના મોટા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે રાત્રીના સમયે બાઇક ચાલકો અંદર ઘુસી જાય છે સેફટીના સાધનો નથી ઉપરાંત સ્થાનિક લોકોએ તો કોન્ટ્રાકટર માથાભારે હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે હાલ મોટાભાગે માર્ગ ઉપર મોટી ગટરની સાથે માર્ગ મકાન વિભાગને મોટું નુકસાન કરી દીધુ છે તેમ છતા કોઈ કાર્યવાહી નહિ કરતા ભારે નારાજગીનો માહોલ સ્થાનિક વિસ્તારમાં ઉભો થયો છે. રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા આ મુદ્દો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પોહચાડવામાં આવ્યો છે આ GUDC વિભાગનું વી.સી.પ્રોજેકટ એન્ડ ઈન્ફ્રા પ્રા.લી નામની ખાનગી કંપની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પરંતુ પોતાના મનસ્વી વર્તનના કારણે વધુ વિવાદ વધ્યો છે કોન્ટ્રાકટરની ગંભીર ભૂલ હોવાથી અકસ્માતોની ઘટના વધી રહી છે બીજી તરફ આ રજૂઆતો કોન્ટ્રાકટર દ્વારા નહિ સાંભળતા રાજુલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા આ મુદ્દો રાજય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી છે GUDC વિભાગના કોન્ટ્રાકટર મનસ્વી વર્તનથી કામગીરી કરતા હોવાથી રજૂઆતો કરી છતાં કોન્ટ્રાકટર સુધરવાનુ નામ નહિ લેતા સ્થાનિક ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. ધારેશ્વર સરપંચ દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યુ આ વિજપડીથી રાજુલા જવાનો રસ્તો છે આ રસ્તા પરથી ઘણા સમયથી ધાતરવડી ડેમથી રાજુલા નગરપાલિકાને પાણી આપવા માટે કોન્ટ્રાક્ટર દ્વારાપાઇપ લાઇન નાખવામાં આવે છે જે પાઇપ નાખે છે તે રોડ ઉપર રોડ તોડી નાખે છે કોઇ સ્ટીકર સલામતી નથી રાતે દિવસે અકસ્માત થાય છેઅહીંયા કોઈ જોનારું નથી.
રાજુલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલએ જણાવ્યું અમારા વિસ્તારમાંથી ધાતરવડી માંથી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવે છે રોડની સાઈડમાં જગ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરની મનસ્વી વર્તનના કારણે રોડ તોડી પાઇપ નાખે છે જેથી અમારા સુધી ખુબજ રજૂઆતો આવી હતી જેના કારણે અમારા ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી પત્ર મારફતે લેખિતમાં રજૂઆતો કરી છે કોન્ટ્રાક્ટ સુધરતા નથી. રાજુલા આરએન્ડબી વિભાગ અધિકારી અભિજીતસિંહ ગોહિલએ જણાવ્યુ અમે સ્થળ ઉપર વિઝીટ કરી છે માર્ગ ઉપર નુકસાન પોહ્ચાડ્યું છે GUDC વિભાગને નોટિસ આપી છે અમે કામ બંધ કરવા માટે પણ કહ્યું છેપરંતુ કોઈ GUDC તરફથી અમને જવાબ મળ્યો નથી લોકોની પણ રજૂઆતો અમારા સુધી આવી છે.