ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તારે રિક્ષાની નુકસાનીના 12 હજાર ક્યારે આપવાના છે? કહી યુવાનને પિતરાઇએ માર માર્યો

04:11 PM Sep 14, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના નવયુગપરા જુની જેલ રામનાથ પરા પાસે રહેતા યુવાનને તેમના કૌંટુબિક પિતરાઇ ભાઇએ રીક્ષાની નુકશાનીના રૂા.12 હાજર માંગી ધમકી આપી પાઇપ વડે માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપીને સંકજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ, ફરિયાદી વિપુલભાઇ જેશલભાઇ ચૌહાણએ પાડોશમાં રહેતો કૌટુંબિક પિતરાઇ ભાઇ કમલેશ ઉર્ફે કાનો નારણભાઇ વેગડાનું નામ આપતા તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પોતે તેમના પિતરાઇ ભાઇ કમલેશની રીક્ષા બે મહિના પહેલા ભાડે ચલાવતો હતો. ત્યારે રીક્ષાનું ઇન્જિન ખરાબ થઇ જતા રીક્ષા કમલેશને પરત આપી દીધી હતી. તેમજ આ રીક્ષાની નુકશાની રૂા.12 હજાર કમલેશને આપવાના બાકી હતા.

ગઇકાલે રાત્રીના સમયે વિપુલ પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે કમલેશ આવી પહોંચ્યો હતો અને તારે રીક્ષાની નુકશાનીના 12 હજાર ક્યારે આપવાના છે? કહેતા વિપુલે પોતાની પાસે પૈસાની સગવડ થયા બાદ પૈસા આપશે તેમ કહેંતા કમલેશે પાઇપ લઇ ફરિયાદી વિપુલના માથામાં ઝિંકી દેતા વિપુલ દેકારા કરવા લાગ્યો હતો. જેથી આરોપી કમલેશ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે ઘવાયેલા વિપુલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement