કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે દેશી, ઇંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ થતું વેચાણ
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે દેશી તથા ઈંગ્લિશ દારૂૂનું ખુલે આમ વેચાણ થતું હોવાનું ગ્રામ પંચાયત મોટા વડાળા ના સભ્યો દ્વારા જામનગર એસ.પી. સહિત ગાંધીનગર ગૃહ મંત્રાલય સુધી લેખીત માં રજૂઆત કરી હતી .
મોટા વડાળા ગામે દારૂૂડિયા બેફામ બની ને ધાક ધમકી અને નાના માણસો સાથે લુખાગીરી કરતા નજરે ચઢે છે.અને ગામમાં અવર જવર કરતા બધા લોકો ને અવાર નવાર હેરાન કરતાં હોઈ અને ગામમાં ઘણા લોકોને આવાં અસામાજીક તત્વો બેફામ ગેર શબ્દો બોલીને હેરાન કરે છે.
સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી નાના માણસોને તથા ગ્રામજનો ને નીકળવા માં પણ તકલીફ પડતી હોવાથી મોટા વડાળા ગ્રામ પંચાયત દ્ધારા જામનગરના એસ.પી.સાહેબ ને પત્ર લખીને રજુઆત કરવામાં આવી. અને એસ.પી.સાહેબ ને પત્રમાં જણાવ્યું કે આપ તાત્કાલિક આવા તત્વો ને કાયદાની ભાષામાં જવાબ આપી કાયદેસરની કાર્યવાહી કરો અને વધુમાં પત્રમાં જણાવ્યું કે અમને યોગ્ય ન્યાય નહી મળે તો મિડિયા સાથે રાખીને જનતા રેડ કરશું તેવું પત્ર માં જણાવી જામનગર એસ. પી. સાહેબ અને ગાંધીનગર ગૃહ મંત્રાલય માં લેખિત રજૂઆત કરવામાં આવી છે.