લાલપુરના ધરારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ
જામનગર જિલ્લાના લાલપુરમાં દેશી દારૂૂનું દુષણ વધી ગયું છે અને ખાસ કરીને લાલપુરના ધરાર નગર વિસ્તારમાં સ્મશાન નજીક ખુલ્લેઆમ દેશી દારૂૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે, તેવો આક્ષેપ કરાયો છે. એટલું જ માત્ર નહીં કોઈ વ્યક્તિએ દેશી દારૂૂની ખાલી કોથળીઓના ઢગલાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. સાથો સાથ દેશી દારૂૂ નો નશો કરીને પડેલા નશાખોરોના વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. જેથી ભારે ચર્ચા જાગી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો ના કથન મુજબ ધરાર નગર સ્મશાન વિસ્તારમાં એક સ્થળે દેશી દારૂૂની ખાલી કોથળીઓના મોટો ઢગલો જોવા મળ્યો હતો, અને તેનો વિડીયો શુટીંગ કરાયું હતું, જે પ્લાસ્ટિકના ખાલી કોથળીઓના ડઢગલા હજુ પણ યથાવત પરિસ્થિતિમાં પડેલા છે. એટલું જ માત્ર નહીં દારૂૂનો નશો કરીને કેટલાક નશાબાજો રસ્તામાં જ પડેલા છે. જે અંગે પોલીસને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી, દરમિયાન એક દારૂૂડિયા વ્યક્તિને રિક્ષામાં નાખીને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ એક નશાબાજ ત્યાં જ માર્ગ પર પડેલો હતો. જેને પૂછપરછ કરતાં તેણે વળતો જવાબ આપ્યો હતો, કે જ્યાં સુધી દારું મળી રહેશે, ત્યાં સુધી પીધેલા તો જોવા મળવાના જ છે.ઁ જે વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લાલપુર પોલીસે તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં તપાસ કરી આવા દેશી દારૂૂના ધંધાર્થીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.