લાલપુરના આરબલુસ ગામે યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલૂસ ગામમાં રહેતો એક પરપ્રાંતીય યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી નો શિકાર બન્યો છે, અને 3,86,000 જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૂળ ઝારખંડ રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહીને મજૂરી કામ કરતા અંજારખાન નુંમાનખાન પઠાણ, કે જેઓએ લાલપુર પોલીસમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે કોઈ ચીટર ટોળકી એ પોતાના પુત્રના મોબાઈલ ફોન પર પી.એમ. કિસાન યોજના મુજબની પ્રોફાઈલ મોકલીને ફક્ત પોતાના પુત્ર દાનિશના ખાતામાંથી અલગ અલગ સમયે 3,86,701 ની રકમ ઓનલાઈન છેતરપિંડીના માધ્યમથી ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, જે અંગે જુદા જુદા ત્રણ ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ દ્વારા આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 61(2),318(4),3(5), તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 સી, અને 66 ડી મુજબ ગુનો નોધ્યો છે, અને સોશિયલ મીડિયા ના માધ્યમથી સાઇબર ચાંચિયાઓને શોધવા માટેની કવાયત શરૂૂ કરી છે.