For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં બે ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

11:19 AM Oct 17, 2024 IST | Bhumika
હળવદમાં બે ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો
Advertisement

અજીતગઢ અને હળવદમાંથી બાઇક ચોર્યાની કરી કબૂલાત

હળવદના ટીકર રોડ પર એક શંકાસ્પદ મોટર સાઈકલ પસાર થતા તેને રોકી તપાસ કરતા મોટર સાઈકલ ચોરીનું હોવાનું સામે આવતા ચાલકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન હળવદના ટીકર રોડ પર એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાઈકલ નીકળતા તેને રોકી આગળ સાદી નંબર પ્લેટ જીજે 03 બીએલ 2649 લખેલ હોય અને પાછળ નંબર પ્લેટ ન હોય જેથી ચાલકનું નામ પૂછતા રણછોડ ઉર્ફે હકો ઉર્ફે જીવો વિઠ્ઠલભાઈ સુરેલા હોવાનું જણાવાયું હતું.

Advertisement

તો મોટર સાઈકલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ઈ ગુજ્કોપમાં સર્ચ કરતા મોટર સાઈકલ ઈમ્તિયાઝ અબ્બાસભાઈ શેખ રહે-રાજકોટ વાળાનું હોવાનું જણાઈ આવતા વધુ પુછપરછ કરતા અજીતગઢ ગામેથી ચોરી કર્યું હોવાની કબુલાત આપી હતી તો બીજું મોટર સાઈકલ હળવદ ભવાની મેડીકલ પાસેથી ચોરી કર્યું હોવાની કબુલાત આપતા બંને મોટર સાઈકલ બજાજ પ્લેટીના જીજે 03 બીએલ 2649 અને સ્પ્લેન્ડર પ્રો જીજે 13 કયુંકયું 6259 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement