રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીરપુર પાસેથી 228 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

12:50 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ અને ચોટીલાના બે બૂટલેગરના નામ ખૂલ્યા, દારૂ સહિત 5 લાખનો મુદ્દામાલ કબજે

વીરપુર પાસે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.85,500ની કિંમતની 228 બોટલ દારૂ સાથે રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો. પૂછપરછમાં રાજકોટ અને ચોટીલાના બે બુટલેગરના નામ ખુલ્યા છે. રૂા.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે રાજકોટ સોમનાથ હાઇવે પર વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજકોટ તરફથી આવતી જી.જે.3 એન.એફ.9017 નંબરની ઇકો કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 228 બોટલ દારૂ મળી આવ્યો હતો. ઇકો કારનો ચાલક રાજકોટના રૈયા રોડ બ્રહ્મ સમાજચોક જ્ઞાનજીવન સોસાયટી શેરી નં.2માં રહેતો ક્રિશ કિશોરભાઇ ભાલારા (ઉ.વ.19)ની ધરપકડ કરી રૂા. 4 લાખની કાર અને 85 હજારની કિંમતની દારૂની 228 બોટલ મળી રૂા.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હતી.
પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટના રાહુલ જીતુ વાણીયા અને ચોટીલાના કુલદીપ ઉર્ફે લાંબાએ સપ્લાઇ કર્યા હોવાનું ખુલ્યું હતું. આ મામલે બંન્નેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સૂચનાથી એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા સાથે પીએસઆઇ ડી.જી.બડવા અને સ્ટાફના બ્રિજરાજસિંહ, અનિલભાઇ, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot newsVirpur
Advertisement
Next Article
Advertisement