ગુરુજીનગર આવાસ કવાર્ટરમાંથી 17 હજારના દારૂ સાથે એક પકડાયો, 1 ફરાર
માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર પાસે રિક્ષામાંથી 10 હજારના દારૂ સાથે એકની ધરપકડ
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં પોલીસે દરોડો પાડી 17 હજારના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જયારે એક શખ્સ ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર પાસેથી રીક્ષામાંથી 10 હજારના દારૂ સાથે એકની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. પુષ્પરાજસિંહ ગોહીલ, ભુપેન્દ્રસિંહ વાઘેલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વિનેશ લોઢીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા વિદેશી દારૂના ચપલા નંગ 15 (કિં.2250) મળી આવતા પોલીસે વિનેશ ગીરધરભાઇ લોઢીયાની ધરપકડ કરી પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ત્યાં કવાર્ટરમાં જ રહેતા મોહિત હસમુખભાઇ બાબરીયા પાસેથી લાવી વેચતો હોવાનું જણાવતા પોલીસે મોહીતના ઘરે દરોડો પાડતા દારૂના ચપલા અને બોટલો મળી આવતા રૂા.16950નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જયારે આરોી મોહીત મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર નજીકથી ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા સંજય ગોરધનભાઇ કંબોયા (રે.શિવાજીનગર, દુધસાગર રોડ)ને ઝડપી લઇ દારૂની બોટલ નંગ 24 (કિ.10404) અને રીક્ષા મળી કુલ રૂા.60404નો મુદામાલ બજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.