બગસરાનાં લુધિયા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, બે ફરાર
બગસરા તેમજ આજુ બાજુના ગામોમાં આજ કાલ દારૂૂ નું વેચાણ વધી રહયું છે જયારે આ બાબતે શહેરના પોલિશ સ્ટેશન દ્વારા બાતમીના આધારે આજે બગસરા ના લુધીયા ગામે રેડ પાડવામાં આવી હતી જેમાં ત્રણ શકશો ઉપર ફરિયાદ કરવામાં આવી હતી જેમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડા રહે લુધીયા ગામમાં તેના રહેણાંક માકનમાંથી ઇંગલિશ દારૂૂ ની મોટી માત્રા માં બોટલો મળી આવેલ હતી તેમજ દેશી દારૂૂ નો પણ મોટી માત્રા માં જથ્થો મળી આવેલ હતો જેમાં 180 બોટલ ઇંગ્લિશ દારૂૂ તેમજ 70 લીટર દેશી દારૂૂ આમ કુલ મળી 252440 ના મુદામાલ સાથે પકડવામાં આવેલ હતો તેમજ નાગરાજ ઉર્ફે યુવરાજ વનરાજભાઈ ચાવડા રહે લુધીયા અને ભુપતભાઇ કાનાભાઇ વાઘેલા રહે આંબાગાળા ઉપર ફરિયાદ કરવામાં આવી હતી જેમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડા ની ધરપકડ કરવામાં આવી છે તેમજ બીજા અન્ય આરોપી ફરાર હોવાથી અટક કરવામાં આવેલ નથી. સમગ્ર વિગત એએસપી જયવીર ગઢવી એ આપી હતી જયારે વધુ તપાશ બગસરા પોલિશ પી આઈ સાલુકે દ્વારા હાથ ધરવામાં આવી છે.