મહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
જામનગરના મહાદેવ નગર વિસ્તાર સાતનાલા પાસે રહેતા એક શખ્સ ના મકાનમાં દારૂૂ નો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા ની બતમી ના આધારે એલસીબી પોલીસે આજે દરોડો પાડ્યો હતો અને 492 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો ઝડપી લઇ એક આરોપી ની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય કેટલાક ની પણ સંડોવણી ખૂલવા પામતા પોલીસ તેઓને શોધી રહી છે.
જામનગર પોલીસ ની એલ સી બી શાખા નો સ્ટાફ આજે પેટ્રોલીંગ માં હતો. આ દરમ્યાન દારૂૂ અંગે ની ખાનગી બાતમી મળતા પોલીસે જામનગર શહેરમાં મહાદેવનગર સાતનાલા પાસે રહેતા પિયુષ ગોવિંદભાઇ ડેર ( ઉ.વ.ર6 , રહે.યાદવનગર ભકિતનગર ) ના કબ્જા ના રહેણાક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. અને તેના મકાન માથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂ ની 492 નંગ બોટલ નો જથ્થો મળી આવતા પોલીસે રૂૂ.3,41,064 ની કિંમત નો દારૂૂ કબજે કર્યો હતો. આરોપી વિરૂૂધ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલાવડીયા એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા એ કાયદેસર ની કાર્યવાહી કરી હતી. આરોપી ની પૂછપરછ માં આ દારૂૂ નો જથ્થો તે દિલ્હી થી લાવ્યો હતો. તેમજ મયુર કરશનભાઇ ભાટીયા (પકડાયેલ આરોપી સાથે દારૂૂ વેચનાર) , જીવાભાઇ ગઢવી (રહે.મહાદેવનગર જામનગર , દારૂૂ નો જથ્થો રાખવા માટે મકાન આપનાર) , રણજીતસિંહ પ્રભાતસિંહ સોઢા (રહે. મહાદેવનગર જામનગર , દારૂૂ નો જથ્થો રાખવા માટે મકાન આપનાર) , લાખાભાઇ દલુભાઇ ગઢવી (રહે.મહાદેવનગર , દારૂૂ ના જથ્થા નું વેચાણ કરાવનાર) ની સંડોવણી ખૂલવા પામતા તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ. કાટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી.