સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો
બોટાદ SOG પોલીસે ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. જઘૠ ઙઈં એમ.જી. જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી અંજુમ સલીમભાઈ શાહ સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસે રહે છે.જઘૠ પોલીસે આરોપી પાસેથી 3.93 ગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે. આ એમ્બરગ્રીસની બજાર કિંમત રૂૂપિયા 38,950 છે. એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલ્ટીમાંથી મળતો પદાર્થ છે. તેનો વેપાર ગેરકાયદેસર છે અને વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે. પોલીસે આરોપીને વધુ તપાસ માટે વન વિભાગને સોંપી દીધો છે.
આ કામગીરીમાં SOG PI એમ.જી. જાડેજા અને PSI એમ.એ. રાઠોડના નેતૃત્વમાંSOGની ટીમના જયેશભાઈ ધાંધલ, રાજેશભાઈ વિદાણી, શિવરાજભાઈ ભોજક, કલ્પેશભાઈ સાપરા, ગાયત્રીબેન જોષી, જામસંગભાઈ ડોડીયા, ગોવિંદભાઈ ગળચર, યુવરાજસિંહ પરમાર, દિલીપસિંહ ટાંક, આશાબેન જમોડ અને યોગેનદરસિહ સરવૈયા જોડાયા હતા.