For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રસૂતિના બીજા જ દિવસે દંપતી વચ્ચે ઝઘડો થતાં વચ્ચે પડેલી બહેનને નશેડી ભાઇએ છરીનો ઘા ઝીંકી દીધો

11:41 AM Jul 25, 2024 IST | Bhumika
પ્રસૂતિના બીજા જ દિવસે દંપતી વચ્ચે ઝઘડો થતાં વચ્ચે પડેલી બહેનને નશેડી ભાઇએ છરીનો ઘા ઝીંકી દીધો
oplus_32
Advertisement

ચોટીલામાં બનેલી ઘટના: ખબર પૂછવા આવેલી સગર્ભા ભાઇ-ભાભીના ઝઘડામાં ઝપટે ચડી જતા સારવારમાં ખસેડાઇ

Advertisement

ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહેતી ગુલાબબેન વિજયભાઈ જાદવ નામની 22 વર્ષની પરિણીતા ચોટીલામાં આવેલા મફતિયાપરામાં રહેતા તેના ભાઈ અશ્વિનભાઈ કટેશીયાના ઘરે હતી ત્યારે ભાઈ અશ્વિને ઝઘડો કરી પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. સગર્ભા બહેનને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં ગુલાબબેનના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. અને તેણીને હાલ ત્રણ મહિનાનો ગર્ભ છે પ્રેમ લગ્ન કરનાર ભાઈ અશ્વિનના કરે પુત્રીનો જન્મ થતા તેણી ભાભી અને નવજાત ભત્રીજીની ખબર પૂછવા માટે ચોટીલા આવી હતી ત્યારે પુત્રી જન્મના બીજા દિવસે જ ભાઈ અશ્વિને દારૂૂના નશામાં ભાભી સાથે ઝઘડો કર્યો હતો. ભાઈ ભાભીના ઝઘડામાં વચ્ચે પડેલી સગર્ભા બહેનને નસેડી ભાઈએ છરીનો ઘા ઝીંકી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement