OMG; મહારાષ્ટ્રમાં સિમેન્ટથી બનાવેલું લસણ વેચાવા લાગ્યું
સફેદ રંગ લગાવી ધાબડી દેતા ગઠિયાઓની તપાસ શરૂ
દેશમાં આખા વર્ષમાં ક્યાંકને ક્યાંક ખાદ્ય પદાર્થો ખાસ કરીને શાકભાજી, ડુંગળી-લસણના ભાવમાં હંમેશા વધારો જોવા મળે છે. ક્યારે ડુંગળી તો ક્યારેક ટામેટા સામાન્ય લોકોને હેરાન કરે છે. આવી જ રીતે લસણ અને આદુના ભાવે પણ લોકોને રડાવ્યા છે. હાલમાં લસણનો વારો છે. શાકભાજીના સ્વાદમાં ચાર ચાંદ લગાવતા લસણના ભાવ હાલમાં આકાશે આંબેલા છે.
મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વરસાદી સીઝનમાં લસણનો ભાવ 300થી લઈને 350 રૂૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ચુક્યો છે. ત્યારે આવા સમયે કાળાબજરી અને છેતરપીંડી કરનારા લોકોને પણ મોકો મળી ગયો છે. તેનો એક ખતરનાક નમૂનો મહારાષ્ટ્રના અકોલામાંથી સામે આવ્યો છે. અકોલામાં સીમેન્ટથી બનેલા લસણ વેચતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મહારાષ્ટ્રના અકોલામાં અમુક ફેરીવાળા લોકોને સીમેન્ટમાંથી બનેલા નકલી લસણ વેચીને દગો કરી રહ્યા છે. પોલીસ વિભાગના નિવૃત અને અકોલા શહેરના બાજુરવે નગર વિસ્તારમાં રહેતા સુભાષ પાટિલ સાથે નકલી લસણ વેચીને દગો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેમની પત્ની ઘરની સામે આવેલા ફેરીવાળા પાસેથી લસણ ખરીદે છે. ઘરમાં આવ્યા બાદ લસણના ફોતરા ઉખાડ્યા તો કળીઓ અલગ થતી નહોતી. ત્યારે તેમણે કપાસ કરી તો જાણવા મળ્યું છે કે, આ લસણ તો સીમેન્ટથી બનેલા હતા. એટલા માટે તે એકબીજા સાથે જોડાયેલા હતા. કળીયો અલગ કરવાની કોશિશ કરી પણ તે થઈ જ નહીં.
નકલી ગાર્લિક ખરીદીને છેતરાયેલા પીડિત સુભાષ પાટિલે જણાવ્યું કે, લસણની જગ્યાએ સીમેન્ટનો ઉપયોગ કર્યો છે. આ નકલી લસણ પર સફેદ રંગ લગાવ્યો છે, જેનાથી તે અસલી લસણ જેવું દેખાઈ રહ્યું હતું. લોકો સમજી શકતા નથી કે તે અસલી છે કે નકલી. તેનો ફાયદો ઉઠાવીને ફેરીવાલા નકલી લસણને ઢગલાબંધ માર્કેટમાં વેચી રહ્યા છે. હાલમાં લસણની કિંમત 300થી 350 રૂૂપિયા પ્રતિ કિલોનો ભાવે વેચાય છે.