ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યા

11:59 AM Jul 14, 2025 IST | Bhumika
Advertisement

વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારના નાવણીયાના માર્ગ પર આવેલી વાડીએ પિતા-પુત્ર હતા. ત્યારે નાવણીયા ગામના શખસે ગાય અંગે પૂછપરછ કરતા મામલો બિચકાયો હતો. જેમાં ઢીકાપાટુની માર મારી પિતાની હત્યા થતાં પુત્રે જોરાવરનગર પોલીસ મથકે મથકે નવાણીયા ગામના શખસ તેમજ બીજા 3થી 4 શખસ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

Advertisement

વઢવાણ તાલુકાના રામપરા ગામના 62 વર્ષના ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર અને તેમનો દીકરો વિજય રામપરા ગામની સીમ નાવણીયા ગામના માર્ગે આવેલી વાડીએ તા. 13-7-2025ને રવિવારે હાજર હતા. આ દરમિયાન સવારે અંદાજે 9ના સમયગાળા દરમિયાન મૂળી તાલુકાના નાવણીયા ગામના હરવિજયસિંહ ઇન્દુભા આવીને વિજય અને તેના પિતા ઘનશ્યામભાઈને ગાય બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે આ પિતા-પુત્રએ કહ્યું કે અમને કાંઇ ખબર છે નહીં. આથી હરવિજયસિંહે બંને સાથે બોલાચાલીઝપાઝપી કરી હતી. ત્યારબાદ થોડીવાર પછી હરવિજયસિંહ તથા બીજા 3થી 4 અજાણ્યા માણસ આવીને વિજય અને ઘનશ્યામભાઈ સાથે ગાળો આપી ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં 62 વર્ષના ઘનશ્યામભાઈને ઇજાઓ પહોંચતા બેભાન થઇ ગયા હતા. આથી ઘનશ્યામભાઈને સુરેન્દ્રનગરની સવા હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે ઘનશ્યામભાઈને મૃત જાહેર કર્યા હતા.

Tags :
crimegujaratgujarat newsmurderWadhwanWadhwan news
Advertisement
Next Article
Advertisement