For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસ

03:43 PM Mar 06, 2025 IST | Bhumika
ભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5 50 લાખના 7 20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસ

Advertisement

ભાયાવદરના ગંજીવાડામાં રહેતા વૃદ્ધને પઠાણી વ્યાજે રૂૂ.5.50 લાખ આપી આ રકમનું વ્યાજ સહીત રૂૂ.7.20 લાખ વસુલી બે વ્યાજખોર શખ્સોએ વધુ રકમ પડાવવા વૃદ્ધને ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ શેરી ભાયાવદરના ગંજીવાડામાં શેરી નંબર 2માં રહેતા નિવૃત જીવન ગાળતા ગીરીશભાઈ મોહનભાઈ કાસુંન્દ્રા (ઉવ60)એ કરેલી ફરિયાદમાં ભાયાવદર બસ સ્ટેશન પાસે ભગવતી ડેરી નામની દુધની ડેરી ચલાવતા નટુ કારમુળ અને તેના પુત્ર મેરામણ કરમુળનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગીરીશભાઈને દોઢેક માસ પહેલા પેરાલીસીસ ની એટેલ આવેલ તે હાલ નિવૃત જીવન જીવે છે. આશરે દોઢેક વર્ષ પહેલા મારે રૂૂપિયાની જરૂૂરત ઊભી જતા ખાખીજાળીયા ગામના રહેવાસી નટુભાઈ કરમુર પાસેથી રૂૂપિયા 5,50,000 વ્યાજે લીધા હતા. જેનું માસીક વ્યાજ 07 % થી 08% લેખે આપવાનું નક્કી થયું હતું. નટુભાઈની ભાયાવદર બસ સ્ટેશન પાસે ભગવતી ડેરી નામની દુધની ડેરી આવેલ હોય ત્યાંથી આ રૂૂપિયા આપેલ ત્યારે તેનો દીકરો મેરામણભાઈ નટુભાઈ કરમુક પણ હાજર હતો અને હું ચાર લાખ રૂૂપિયાનું માસીક વ્યાજ 28,000 રૂૂપિયા તથા દોઢ લાખનુ રૂૂપિયાનુ માસીર વ્યાજ 12,000 રૂૂપિયા ચુકવતો કરવાનું થતું હોય ગીરીશભાઈએ નટુભાઈને કુલ કુલ રૂૂ. 7,20,000 વ્યાજના ચુકવેલ હોય તેમ છતા હજુ મુદલ રકમ બાકી હોય અને છેલ્લા ત્રણેક માસથી આ નટુભાઈ કરમુર તથા તેનો દીકરો મેરામણભાઈ મને તથા મારા દીકરા અભિષેકને અવાર નવાર રૂૂબરૂૂ તથા ફોનમાં સાડા પાંચ લાખ રૂૂપિયાની અવાર નવાર ઉઘરાણી કરતા હોય નટુભાઈને મુદલ રકમ કરતા વ્યાજની રકમ વધારે આપી દીધેલ હોય તેમ છતા માંગણી કરતા ગીરીશભાઈ હવે રૂૂપિયા આપી શકે તેમ હોય તેમ જણાવી એ તેને થોડા દીવસમાં રૂૂપિયા આપી દઈશ તેમ વાત કર્યા છતાં તેમ છતા પિતા પુત્ર બન્ને અવાર નવાર ધમકી આપતા હોય આ મામલે ભાયાવદર પોલીસમાં બન્ને સામે કોઈપણ જાતના વ્યાજ આપવાના લાઈસન્સ વગર નટુભાઈ કરમુર અને તેના પુત્રએ વ્યાજે રૂૂપિયા આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement