ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાધીશ મંદિર નજીક ફરજમાં રુકાવટ કરનાર સામે ગુનો

11:38 AM Oct 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

દ્વારકામાં જગત મંદિર નજીક પૂર્વ દરવાજા પાસે ટ્રાફિક નિયમન વ્યવસ્થામાં ફરજ પર રહેલા જાબાઝખાન સરફરાઝખાન પઠાણ નામના હોમગાર્ડના યુવાનને અહીંથી નીકળેલા ઉપેશ સુરેશભાઈ ગોહેલ નામના શખ્સ દ્વારા ત્યાંથી રીક્ષા અંદર જવા દેવાનું કહી, જાણી જોઈને ફરિયાદી સાથે બોલાચાલી કરી અને જાહેરમાં બિભત્સ ગાળો કાઢી હતી.આટલું જ નહીં, આરોપીએ તેમને ઢીકા-પાટુનો માર મારી, કાંઠલો પકડીને ઝપાઝપી કરી, યુનિફોર્મ ફાડી નાખ્યો હતો. આ રીતે આરોપી દ્વારા હોમગાર્ડના જવાની ફરજમાં રૂૂકાવટ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપેશ સુરેશભાઈ ગોહેલ સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂૂકાવટ કરવા સબબ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીમારી સબબ મોત
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા રાણાભાઈ આલાભાઈ બાંભવા નામના 39 વર્ષના યુવાનને છેલ્લા આશરે બે વર્ષથી લીવરની બીમારી હોય, દરમ્યાન શુક્રવારે સવારે તેમનું આ બીમારી સબબ મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ રમેશભાઈ આલાભાઈ બાંભવાએ અહીંની પોલીસને કરી છે.

મહિલાને સાસરિયાંઓનો ત્રાસ
દ્વારકામાં હાલ નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને દાઉદભાઈ હાજીભાઈ ચૌહાણ ની 22 વર્ષની પરિણીત પુત્રી ફરાનાબેન નિઝામુદ્દીન ખુરેશીને તેણીના લગ્ન જીવન દરમિયાન કરિયાવર બાબતે મેણા ટોણા મારી, મારકૂટ કરવા પતિ નિઝામુદ્દીન, સાસુ જુલુબેન સસરા સુલતાન મામદ ખુરેશી અને નણંદ અનિશાબેન ઈમ્તિયાઝ ઓસમાણ ગજણ સામે દ્વારકા પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

Tags :
crimeDwarkadwarka newsDwarkadhish templegujaratgujarat news
Advertisement
Advertisement