ઓરિસ્સાના શખ્સે પ્રેમિકાનો ખર્ચ કાઢવા ગાંજાનો વેપલો શરૂ કર્યો’તો
શહેરના અક્ષર માર્ગ મેઈન રોડ પરના ગૌતમનગર શેરી નં.3 પાસેથી એસઓજીએ 7.935 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના બલાંગીર જીલ્લામાં રહેતાં શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા આ શખ્સે પોતાની પ્રમિકા પાછળનો ખર્ચ કાઢવા ગાંજો વેચવાનો પ્લાન બનાવ્યો અને સાથે મજુરી કામ કરતા મજુરો માટે તે ઓરિસ્સાથી 5 હજારનો કિલો ગાંજો લાવ્યો અને તેના 15 હજાર કમાવવા તે ગાંજો વેચે તે પૂર્વે જ એસઓજીના હાથે પકડાઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ શહેરના અક્ષર માર્ગ મેઈન રોડ પરના ગૌતમનગર શેરી નં.3 પાસેથી એસઓજીએ ઓરિસ્સાના તરની અબેલ સુના (ઉ.વ.25)ને ઝડપી લીધો હતો. ગાંજા માટે ગ્રાહકની શોધમાં હતો ત્યાં એસઓજીએ ઝડપી લીધો હતો. એસઓજીના એએસઆઈ રાજેશભાઈ બાળા અને જમાદાર ઉપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ એન.વી.હરિયાણી અને ટીમે તરને ઝડપી લઇ તેની પાસેના રેકઝીનના થેલાની તલાશી લેતાં અંદરથી રૂૂા.79,350ની કીમતનો 7.935 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. રોકડ સહીત કુલ રૂૂા.85 હજારનો મુદ્દામાલ એસઓજીએ કબજે કર્યો હતો.
એસઓજીએ પ્રાથમિક પુછપરછ કરતાં જાણવા મળ્યું કે તરની અગાઉ ચાર વર્ષ રાજકોટ રહી ચૂકયો છે. તેના વતનના ઘણાં લોકો પણ હાલ રાજકોટ રહી રહ્યા છે. જેમની પાસેથી તેને જાણવા મળ્યું હતું કે રાજકોટમાં ગાંજાની ઉંચી કિંમત મળે છે. ઓરિસ્સામાં રૂૂા.પહજારમાં 1 કિલો ગાંજો વેચાય છે. જેની રાજકોટમાં રૂૂા. 1પ હજાર કિંમત મળે છે. તરની હાલ કે યુવતીના પ્રેમમાં હોય અને તેની સાથે લગ્ન કરવાનો હોય પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા તેનો પાછળ મોટી રકમ ખર્ચ કરતો હોય જેથી પ્રેમિકા પાછળનો ખર્ચ કરવા હજુ તેને વધુ રૂૂપિયા ની જરૂૂર હોવાથી શોર્ટકટથી રૂૂપિયા બનાવવા માટે તેણે ગાંજો વેચવાનો પ્લાન બનાવ્યો હતો અને રાજકોટમાં ગાજો વેચવા આવવાનું નકકી કર્યું હતું. ગાંજાનો જથ્થો રેકઝીનના થેલામાં લઈ ટ્રેનમાં રાજકોટ આવવા રવાના થયો હતો. પોલીસને ચકમો આપવા તે ટ્રેનમાં અમદાવાદ ઉતરી ત્યાંથી અમદાવાદથી ભુજ જતી ટ્રેનમાં બેસી ગયો અને સામખિયાળી પાસે ટ્રેન માંથી ઉતરી બસમાં ગઈકાલે જ રાજકોટ પહોંચ્યો હતો. ઓરિસ્સાથી લાવેલ ગાંજો ખરીદે તેવા શખ્સોની તલાશમાં હતો ત્યાં બાતમી મળી જતાં એસઓજીએ દબોચી લીધો હતો.
એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ એન.વી. હરીયાણ, પીએસ આઈ એસ.બી. ધાસુરા, એ.એસ.આઈ. રાજેશભાઇ બાળા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, અરૂૂણભાઈ બાંભણીયા, મુકેશભાઇ ડાંગર, યોગરાજસિંહ ગોહીલ, મહીલા પોલીસ મોનાબેન બુસાએ કામગીરી કરી હતી.