ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયાના મહિલા કલાકારની ફેક આઈડીમાં વાંધાજનક વીડિયો ક્લિપ અપલોડ કરાઇ

10:56 AM Feb 27, 2025 IST | Bhumika
Advertisement

ખંભાળિયા વિસ્તારમાં એક મહિલા કલાકારની ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં કોઈ અજાણ્યા શખ્સોએ છેડછાડ કરી, બીભત્સ અને અશ્ર્લીલ વિડિયો પોસ્ટ કરતા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક કલાકાર યુવતીના ચહેરાને મળતા આવતા એક ચહેરા વાળી મહિલાનો બીભત્સ વિડિયો તેણીના નામથી ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં વાયરલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં કોઈ અજાણ્યા શખ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બીભત્સ અને અશ્ર્લિલ વિડીયો પોસ્ટ કરી ફરિયાદી જેવી જ દેખાતી અન્ય મહિલાનો અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ સમયે રેકોર્ડ કરેલો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી કરવામાં આવી હતી.

આ વીડિયોમાં ફરિયાદી દ્વારા ગાવામાં આવેલા ગીતોને મોર્ફ કરી વીડિયો ક્લિપમાં મર્જ કરીને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરાયો હતો. આથી અહીંના સાયબર પોલીસ મથકમાં કલાકાર યુવતીની ફરિયાદ પરથી વાંધાજનક વિડીયો પોસ્ટ કરનાર આઈ.ડી.ધારક તેમજ વપરાશકર્તા સહિત સંડોવાયેલા મનાતા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ પી.આઈ. વી.કે. કોઠીયા ચલાવી રહ્યા છે.

ડમ્પરની અડફેટે સ્કૂટર સવાર મહિલા ઈજાગ્રસ્ત

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન મનોજભાઈ પ્રેમજીભાઈ ધોધલીયા નામના 40 વર્ષના પરિણીત ખારવા મહિલા ગત તા. 10 ના રોજ તેમના જી.જે. 37 એચ. 4991 નંબરના એક્ટિવા મોટરસાયકલ પણ બેસીને પોરબંદર માર્ગ પર ધીંગેશ્વર મહાદેવના મંદિર સામે આવેલા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવી અને ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 50 77 નંબરના એક ડમ્પર ટ્રકના ચાલક માલદેભાઈ મોઢવાડિયા (રહે. પોરબંદર) એ ક્રિષ્નાબેનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ડમ્પરનું તોતિંગ ટાયર ક્રિષ્નાબેનના ડાબા હાથ પર ફરી વળતા તેણીને લોહી લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માતમાં તેણીનો ડાબો હાથ કાપવો પડ્યો હતો.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ડમ્પર ચાલક માલદેભાઈ મોઢવાડિયા સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement