મેટ્રિમોનિયલ સાઇટ પર મોડેલનો ફોટો પોસ્ટ કરી NRI સાથે 2.68 કરોડની ઠગાઇ
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક ગછઈંની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ તેની નકલી પ્રોફાઇલ દ્વારા તેનો વિશ્વાસ મેળવ્યો અને બાદમાં તેની સાથે સારી રકમની છેતરપિંડી કરી. એક દિવસ તેનું રહસ્ય વીડિયો કોલ દ્વારા ખુલ્યું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજીને, ગછઈંએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
એક મહિલા અને તેના ભાઈએ લગ્ન માટે છોકરી શોધી રહેલા એક NRIસાથે 2 કરોડ 68 લાખ રૂૂપિયાની છેતરપિંડી કરી. મહિલાએ ઇન્સ્ટાગ્રામ પરથી મોડેલના ફોટા ચોરી લીધા અને એક આકર્ષક પ્રોફાઇલ તૈયાર કરી. મહિલાનો બેરોજગાર ભાઈ લગ્નની તૈયારીઓ અને ખરીદી વિશે વાત કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. તેમણે છેતરપિંડીના પૈસાથી કાર, ઘરેણાં અને દુકાન ખરીદી હોવાની કબૂલાત કરી છે.
ડીસીપી (ક્રાઈમ) રાજેશ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી વેંકટ કલગા (આંધ્રપ્રદેશ) સાથે થઈ છે. વેંકટ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં એક આઇટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે લગ્ન માટે એક મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરી હતી. એપ્રિલ-2023 માં, તેણે બરખા જયસ્વાની (નકલી) ની પ્રોફાઇલ જોઈ અને ચેટિંગ શરૂૂ કરી બરખાએ તેની પ્રોફાઇલમાં મોડેલના આકર્ષક ફોટા અપલોડ કર્યા હતા. વેંકટ તેનાથી પ્રભાવિત થયો અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને વોટ્સએપ પર ચેટ કરવા લાગ્યો બંને લગ્ન માટે પણ સંમત થયા. બરખાએ મને તેના ભાઈ વિશાલ જયસ્વાણી સાથે પણ વાત કરાવી. વેંકટ ભાવનાત્મક રીતે પણ જોડાયેલા હતા. તેણે પોતાના સગાંવહાલાં અને અંગત બાબતો પણ મારી સાથે શેર કરવાનું શરૂૂ કર્યું. વિશ્વાસ જીત્યા પછી, બરખાએ પોતાની સમસ્યાઓ વિશે કહીને પૈસા લેવાનું શરૂૂ કર્યું. તેણે જૂન 2024 સુધીમાં વેંકટ પાસેથી 2 કરોડ 68 લાખ 4481 રૂૂપિયા લીધા હતા.