For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે મહિલા વ્યાજખોર મેદાને! યુવાને લીધેલા રૂા.10 લાખની સામે મકાન પચાવી પાડ્યું

03:40 PM Sep 14, 2024 IST | Bhumika
હવે મહિલા વ્યાજખોર મેદાને  યુવાને લીધેલા રૂા 10 લાખની સામે મકાન પચાવી પાડ્યું
Advertisement

શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર દ્વારા લોક દરબારનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વ્યાજખોરો વિરુદ્ધ ડઝનથી વધુ ગુના નોંધવામાં આવ્યા હતા. તેમ છતા વ્યાજખોરોનો ત્રાસ અવાર-નવાર સામે આવી રહ્યો છે. ત્યારે કોઠારીયા રોડ પર આવેલા તીરૂપતિ સોસાયટીમાં રહેતા યુવકે દસ લાખની સામે રૂા.1.80 લાખ ચૂકવી દીધા છતા મહિલા વ્યાજખોરે યુવકનું મકાન પચાવી પાડતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદને આધારે આજીડેમ પોલીસે મહિલા વ્યાજખોરને સંકજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર તિરૂપતી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ઉકાભાઇ ગોહેલ નામના યુવાને પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સહકાર મેઇન રોડ ગોપાલ વાડી સામે કલ્યાણ નગર શેરી નં.2માં રહેતા ઉશાબેન કૌશીકભાઇ પરસાણા નામના મહિલા વિરુદ્ધ વ્યાજખોર અંગેની ફરિયાદ નોંધાવી છે. વિજયભાઇએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગઇ સાલ ઓક્ટોબર 2023માં ઉશાબેન કૌશિકભાઇ પરસાણા પાસેથી રૂા.6 લાખ 5%ના વ્યાજે દવાખાનના કામે લીધા હતા. આ પૈસાની સિક્યુરીટી પેટે તીરૂપતિ સોસાયટીમાં આવેલું પિતાનું 70 વારનું મકાનનું નોટરી વેંચાણ કરી આપ્યું હતું. તેમજ આરોપી ઉશાબેને આ મકાનનો વિજયભાઇના પિતાના નામનો 11 મહિનાનો ભાડા કરાર કરી આપ્યો હતો. તેમજ છેલ્લે આરોપી ઉશાબેને જણાવ્યું હતુ કે, તમામ નાણા ચૂકવી આપશે ત્યારે આ મકાનના દસ્તાવેજ વિજયભાઇને પોતાના નામનો કરી આપશે.

Advertisement

આ 6 લાખની સામે વિજયભાઇએ ચાર મહિના સુધી મહિને મહિને 30 હજાર ચૂકવ્યા હતા. ત્યાર બાદ ઉશાબેને આપેલા છ લાખની સામે વિજયભાઇ પાસેથી પ્રોમેસરી નોટ પણ લખાવી લીધી હતી. ત્યાર બાદ વધુ ચાર લાખની જરૂરીયાત ઉભી થતા આ ઉશાબેન પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. આ તમામ 10 લાખની સામે વિજયભાઇએ 1.80 લાખ ચૂકવી દીધા હતા. ત્યાર બાદ વિજયભાઇ નાણા ચૂકવી નહીં શકતા ઉશાબેન ઘરે આવીને કહ્યુ કે, આ મકાન મારું છે, તમારો સમાન મકાનમાંથી કાઢી લેજો, જેથી વિજયભાઇએ આજીડેમ પોલીસ મથકમાં પહોંચી વ્યાજખોર ઉશાબેન પરસાણા વિરદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વ્યાજખોરી અને બળજબરીથી પડાવી લેવા અંગેની ક્લમ હેઠળ ગુનો નોંધયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement