લાપાસરી પાસે પાર્ક કરેલી કુખ્યાત પ્રતિક ચંદારાણાની કારમાં તોડફોડ
રાજકોટ શહેરના માંડા ડુંગર પાસે આવેલી તિરુમાલા સોસાયટીમાં રહેતા નામચીન બુટલેગર અને માથાભારે ગણાતા શખ્સ પ્રતીકભાઈ દિલીપભાઈ ચંદારાણા(ઉ.વ.33) ની લાપાસરી પાસે પાર્ક કરેલી ગાડીમાં દારૂૂ પીને આવેલા શખ્સે પથ્થર મારી તોડફોડ કરતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રતિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.26/06ના રોજ પંજાબ માં આવેલ એસ.એસ.મોટર્સ માથી મહીંદ્રા જીપ ગાડી ખરીદેલ છે.ગઇ તા.05/07ના રોજ રાત્રીના પોણા બારેક વાગ્યાની આસપાસ મારી મહીંદ્રા જીપ ગાડીમાં એલોજન લાઈટ અને જી.પી.એસ. સિસ્ટમ નખાવા માટે આ મારી ગાડી મે મારા મીત્ર જયપાલ ભાઈ ડેડાણીયા ને આપેલ હતી અને આ મારો મીત્ર મારી ગાડી તેના ઘરે લઈ ગયેલ હતો અને રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ મારા મોબાઈલ ફોન ઉપર આ જયપાલભાઈ ડેડાણીયા નો ફોન આવેલ અને જણાવેલ કે તમારી ફોરવીલ ગાડી હું ગઈ કાલ તા.06/07ના રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ મારા ઘર આગળ લાપાસરી રોડ પર, વેલનાથ પરા શેરી નં.2 ના ખુણા સામે, પાર્ક કરીને ગયેલ હતો.
તેવામાં ગઈ કાલ તા.06/07ના રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ આ ગાડીમાં રવીભાઈ વિક્રમભાઈ કાલીયા રહે.વેલનાથ પરા શેરી નં.3, લાપાસરી રોડ, રાજકોટ વાળાએ નસાની હાલતમાં આવી આ ગાડીના આગળના કાચપર પત્થર મારી કાચ તોડી નાખેલ છે એમ જણાવતા હું તુરંત જ ત્યાં ગયેલ અને જોયુતો મારી ઉપરોક્ત ગાડી મા આગળનો મેઈન કાચ તુટી ગયેલ હતો અને અંદરની પાછળ ની સીટમાં નુકસાન થયેલ હતુ. જેથી મે 100 નંબર માં ફોન કરી પોલીસની ગાડી બેલાવી અને આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.