વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 15 દિવસમાં પાંચ મોબાઇલ ઝૂંટવી લેનાર નામચીન પકડાયો
ફોનની લૂંટ ચલાવી અજાણ્યો શખ્સ ફરાર થતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી લીધો છે અને એક શખ્સને પકડી લેતા પાંચ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ એમ.એચ.મહારાજ, જમાદાર બલભદ્રસિંહ સુરૂૂભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા,શિવભદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને જયપાલસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઉપરોકત સ્થળેથી ફોનની ચીલઝડપ કરનાર ન્યુ રીંગ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટ નજીક બાઈક લઈ ઉભો હોવાની બાતમી આધારે સ્ટાફે બાતમીવાળા સ્થળે જઈ શંકાસ્પદ ઉભેલ શખ્સને પોતાનું નામઠામ પુછતા પોતે બાલાજી હોલ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતો વનરાજ ઉર્ફે ટકો રવજીભાઈ હાડા જણાવ્યું હતું.પોલીસે તેની ઝડતી લેતા વિવિધ કંપનીના 6 ફોન તથા રોકડ રૂૂ.6500 મળી આવતા પોલીસે રૂૂ.80,500નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીની પ્રાથમિક પુછતાછમાં 15 દિવસમાં વિવિધ સ્થળેથી લોકોના ફોન ઝુંટવી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.