સદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારો
ફલેટ પચાવી પાડ્યો હોય તે ફ્લેટ કોંગી આગેવાને તેમના સંબંધીને અપાવી દેતા માથાકૂટ
એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો તોડી પાડયો: પોલીસના ધાડેધાડા ઉતર્યા: આરોપી ફરાર
રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી કુખ્યાત શખ્સોનો આતંક વધતો જાય છે ત્યારે સદર બજારમા બાલાજી એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા કુખ્યાત શખ્સે ભાડાનો ફલેટ પચાવી પાડવા માટે કોંગી અગ્રણીના એપાર્ટમેન્ટ પર પથ્થરના ઘા ઝીકી જાહેરમા ધમકીઓ આપતા આજે મામલો પોલીસ મથકમા પહોંચ્યો હતો અને બપોરનાં સમયે પોલીસનાં ધાડેધાડા સદર બજારમા ઉતરી ગયા હતા. આ ઘટનામા કોંગી અગ્રણીની ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરવામા આવી છે.
વધુ વિગતો મુજબ સદર બજારમા રહેતી કોંગી અગ્રણી હબીબ કટારીયાનાં રહેણાંક એપાર્ટમેન્ટ પર તેની સામે બાલાજી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળે રહેતા કુખ્યાત રાજા બાબાખાન પઠાણ નામનાં શખ્સે પથ્થર અને ઇંટોનાં ઘા કરી ધમકી આપતા પ્રનગર પોલીસ અને એસીપી રાધીકા ભારાઇ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ફરીયાદી પાસેથી બનાવની હકીકત જાણી હતી આ ઘટનામા પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહેલ છે કે હાલ બાલાજી એપાર્ટમેન્ટનાં ત્રીજા માળે રહેતો રાજા પઠાણ જે ભાડાનાં ફલેટમા રહે છે તે ફલેટ તેને પચાવી પાડવો હોય અને તેના આ ફલેટ પચાવી પાડવાનાં ઇરાદાને હબીબભાઇ સમજી ગયા હતા અને તેમણે આ ફલેટના માલીકનો સંપર્ક કરી તેમના સબંધીને અપાવી દીધો હતો અને તેઓએ રાજાને ફલેટ ખાલી કરવા માટે સમય આપી દીધો હોય જેથી રાજા પઠાણ ઉશ્કેરાયો હતો અને છેલ્લા બે દિવસથી માથાકુટ કરવાનાં મુડમા હતો.
જોકે હબીબભાઇનાં ઘરે જીયારત હોય જેથી તેમણે આજે સવારે ખેલ પાડયો હતો અને બાલાજી એપાર્ટમેન્ટનો મુખ્ય ગેટ પાડી દીધો હતો અને નુકસાન કર્યુ હતુ. આ સમયે હબીબભાઇએ તેમને સમજાવતા આરોપી ઉપરથી ધમકી આપી એપાર્ટમેન્ટની નીચે આવ્યો હતો અને ગેઇટ પાસે પડેલા પથ્થર અને ઇંટો ઉપાડી હબીબભાઇનાં ઘર પર ઘા કર્યા હતા. આ ઘટનાથી વિસ્તારમા તંગદીલી ન ફેલાઇ તે માટે પ્રનગર પોલીસ મથકનાં પીઆઇ ડોબરીયા, પીએસઆઇ રાણીંગા અને સ્ટાફ તેમજ એસીપી રાધીકા ભારાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની હકીકત જાણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજા પઠાણ પણ અગાઉ અનેક વખત માથાકુટમા આવી ચુકયો છે અને તેમના મોટાભાઇનુ પણ અગાઉ રામનાથપરામા મર્ડર થઇ ગયાનુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.